Aditya Gadhvi UK Tour: બ્રિટનમાં વસતા બિનનિવાસી ગુજરાતીઓ (NRI) અને સંગીતપ્રેમીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. પોતાના અનોખા અંદાજ અને ઉત્સાહપૂર્ણ પ્રદર્શન માટે જાણીતા લોકપ્રિય ગુજરાતી કલાકાર યુનાઇટેડ કિંગડમ (UK) ના પ્રવાસે પહોંચી ગયા છે. આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પર, "હાલો ફ્રેન્ડ્સ... લેટ્સ રોક ઇન યુ.કે." ના ધમાકેદાર કોલ સાથે પોતાના 'UK Tour 2026' ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેને લઈને બ્રિટનમાં વસતા ગુજ્જુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લંડન અને લેસ્ટરમાં યોજાશે સંગીતમય શો
આ યુકે પ્રવાસ દરમિયાન બ્રિટનના બે મુખ્ય શહેરો લંડન અને લેસ્ટરમાં લાઈવ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. લાઈવ શોની વિગતો નીચે મુજબ છે:
- લંડન: 7 ઓગસ્ટ અને 8 ઓગસ્ટ 2026 ના રોજ લંડનમાં સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે, જ્યાં ફેન્સને તેમના ફેવરિટ કલાકાર સાથે લાઈવ એન્જોય કરવાનો મોકો મળશે.
- લેસ્ટર: લંડનમાં બે દિવસીય શો પૂરા કર્યા બાદ, 14 ઓગસ્ટ 2026 ના રોજ લેસ્ટર શહેરમાં એક ભવ્ય લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે.
NRI ગરબા અને મ્યુઝિક લવર્સમાં ભારે રોમાંચ
યુકેમાં ખાસ કરીને લંડન અને લેસ્ટર જેવા વિસ્તારોમાં ગુજરાતીઓની મોટી વસ્તી વસે છે. વિદેશની ધરતી પર જ્યારે પોતાના માટીના કલાકારો આવે છે ત્યારે ગુજરાતી સમુદાય હંમેશા તેમને આવકારવા આતુર હોય છે. આ શો દરમિયાન ગુજરાતી લોકસંગીત, ફ્યુઝન સોંગ્સ અને ધમાકેદાર ગરબાની રમઝટ બોલવાની પૂરેપૂરી શક્યતા છે.
ઈવેન્ટના આયોજકોના જણાવ્યા મુજબ, યુકે ટૂરની જાહેરાત થતાં જ ટિકિટો અને પાસ માટે એનઆરઆઈ ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વિદેશમાં ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિની ઝલક રજૂ કરતા આ ખાસ શો યુકેમાં વસતા ભારતીયો માટે યાદગાર બની રહેશે.
