India Squad For Australia Odi Series: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત-કોહલીને આરામ, કેએલ રાહુલ બન્યો કેપ્ટન

BCCI સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરીઝની પહેલી બે વનડેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઓલરાઉન્ડ હાર્દિક પંડયાને આરામ આપ્યો છે. રોહિતની જગ્યાએ કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપાઈ છે. જ્યારે જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 18 Sep 2023 08:50 PM (IST)Updated: Mon 18 Sep 2023 09:41 PM (IST)
india-squad-for-australia-odi-series-2023-rohit-sharma-and-ajit-agarkar-announced-ind-vs-aus-3-match-odi-series-198121

India Squad For Australia Odi Series Announced: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પહેલી બે વનડે માટે અલગ ટીમની પસંદગી કરી છે, જ્યારે ત્રીજી વનડે માટેની ટીમમાં તે ખેલાડીઓને ચાન્સ અપાયો છે જેઓ વિશ્વકપની ટીમમાં છે. જો કે રવિચંદ્રન અશ્વિનને ત્રણેય વનડે મેચમાં સામેલ કરાયો છે.

એશિયા કપ જીત્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમની સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર છે. 22થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝ રમાશે. આ વિશ્વ કપ પહેલા બંને દેશ વચ્ચે અંતિમ વનડે સીરીઝ હશે. 5 ઓક્ટોબરથી ભારતમાં વિશ્વ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વ કપ પહેલા બંને દેશ વચ્ચે ત્રણ વનડે મેચ 22,24 અને 27 સપ્ટેમ્બરે રમાશે. બીજી બાજુ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ જાહેર થઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરીઝ માટે ભારતીય ટીમ (શરુઆતની બે વનડે મેચ માટે)
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર.

રોહિત-કોહલી અને પંડયાને આરામ
BCCI સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરીઝની પહેલી બે વનડેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઓલરાઉન્ડ હાર્દિક પંડયાને આરામ આપ્યો છે. રોહિતની જગ્યાએ કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપાઈ છે. જ્યારે જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ ભારતીય ટીમમાં અનુભવની ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, વૉશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસી થઈ છે.

સીરીઝના ત્રીજા અને અંતિમ વનડે માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડયા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ (ઈજામાંથી બહાર આવશે તો), વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની સીરીઝ
આ સીરીઝ બંને ટીમ માટે વનડે વિશ્વકપની તૈયારી માટે ખાસ છે. બંને ટીમ આ સીરીઝમાં વિશ્વકપ માટે પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપવા માગશે. આ સીરીઝની પહેલી મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. તો બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. જે બાદ આ બંને ટીમ વર્લ્ડ કપમાં 8 ઓક્ટોબરે આમનેસામને હશે. વનડે વિશ્વકપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા એકબીજા વિરુદ્ધ મેચ રમીને પોતાના અભિયાનની શરુઆત કરશે.

ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં સીનિયર ખેલાડીની વાપસી
ઓસ્ટ્રેલિયાની ટીમમાં સીનિયર ખેલાડીઓની વાપસી થઈ છે. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલની પસંદગી કરાઈ છે. કમિન્સ, સ્મિથ, સ્ટાર્ક અને મેક્સવેલ ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરીઝ નહોતા રમી શક્યા. 18 સભ્યવાળી ટીમાં ઈજાગ્રસ્ત ટ્રેવિસ હેડને સામેલ નથી કરાયો. ટ્રેવિડ હેડની જગ્યાએ માર્નશ લાબુશેનને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબૉટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરુન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, સ્પેન્સર જૉનસન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સાંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.