IND vs ENG 5th Test Playing 11: ટીમ ઈન્ડિયાએ માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં મેચ ડ્રો કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે ટેસ્ટ સીરિઝની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ મેદાન પર રમાશે. આ સીરિઝમાં પાછલી ચાર મેચોની જેમ છેલ્લી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ફેરફાર થવાનો છે. ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવન પર સવાલો ઉભા થયા હતા. ત્યારે જાણો આ વખતે કયા ખેલાડીઓને બેન્ચ પર બેસવું પડી શકે છે અને કેવી હશે પ્લેઈંગ ઈલેવન...
અંશુલ કંબોજ
24 વર્ષીય અંશુલ કંબોજની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં તેની સરેરાશ ગતિ માત્ર 129 કિમી પ્રતિ કલાક હતી, જેના કારણે તેની ક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા હતા. ટીમ મેનેજમેન્ટ પણ પ્રશ્ન કરી રહ્યું છે કે શું તેમણે તેને સંપૂર્ણ ફિટ ન હોવા છતાં રમવા દીધો? હવે છેલ્લી મેચમાં તેને બહાર કરવામાં આવી શકે છે.
શાર્દુલ ઠાકુર
શાર્દુલની પસંદગી પણ ચર્ચાનું કારણ બની કારણ કે ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 152 ઓવર ફેંકી હતી, જેમાં શાર્દુલને ફક્ત 11 ઓવર ફેંકવાની ફરજ પડી હતી અને તેણે કોઈ વિકેટ લીધા વિના 55 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે છેલ્લી મેચ તેઓ ગુમાવી શકે છે.
બુમરાહ અને રિષભ પંત
આ સિવાય ઈજાને કારણે રિષભ પંત અગાઉથી જ છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે અને બીજું મોટું નામ છે જસપ્રીત બુમરાહ. જેમને વર્કલોડને કારણે આરામ આપવામાં આવી શકે છે. આ પહેલા પણ નક્કી હતું કે તેઓ 3 મેચ રમશે. તે જોતા તેઓ પણ છેલ્લી મેચ રમે તેની સંભાવના ઓછી જ છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ 11
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા