Cricketer Death: એશિયા કપ 2025ની ચાહકો રાહ જોઈ રહ્યા છે. તે પહેલાં, સમગ્ર ક્રિકેટ જગત માટે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ઉભરતા ખેલાડી ફરીદ હુસૈનનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. 20 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ફરીદનો અકસ્માત થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શનિવારે ફરીદનું હોસ્પિટલમાં અવસાન થયું. હુસૈનને કાશ્મીરના સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોમાંના એક માનવામાં આવતો હતો. જેના કારણે રાજ્યના ક્રિકેટ એસોસિએશનને પણ મોટો આઘાત લાગ્યો છે.
અચાનક ખુલ્યો કારનો દરવાજો
20 ઓગસ્ટના રોજ, ફરીદ હુસૈન પુણેમાં સ્કૂટર ચલાવી રહ્યા હતા. તે સમયે, રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક કારનો દરવાજો અચાનક ખુલી ગયો. હુસૈન તેની સાથે અથડાઈ ગયો અને રસ્તા પર પડી ગયો. સ્થાનિક લોકો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ માથામાં ગંભીર ઈજાને કારણે તેને બચાવી શકાયો નહીં.
#Viral Video: A man Fareed Khan, who was a renowned cricketer from Poonch, has lost his life in this incident.#Poonch #RoadAccident #greaterjammu pic.twitter.com/IycMdPQNP1
— Greater jammu (@greater_jammu) August 22, 2025
આ અકસ્માતનો વિડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. ત્યારથી આ વિડિયો સોશિયલ મીડિયા બહુ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.