Shri Krishna Aarti: જન્માષ્ટમીના અવસરે ભગવાન શ્રી કૃષ્ણની કરો આ આરતી, તમામ મનોકામનાઓ પૂર્ણ થશે

Shri Krishna Aarti Lyrics: આ વર્ષે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 25 Aug 2024 09:21 AM (IST)Updated: Sun 25 Aug 2024 09:21 AM (IST)
janmashtami-2024-shri-krishna-aarti-with-lyrics-in-gujarati-and-niyam-386038

Shri Krishna Aarti Lyrics: આ વર્ષે 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી (Janmashtami 2024) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો લડ્ડુ ગોપાલને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. તેમની આરતી કરે છે અને વિવિધ પ્રકારના ભોગ તૈયાર કરીને તેમને અર્પણ કરે છે. ત્યારે જાણો ભગવાન શ્રી કૃષ્ણની આરતી.

ભગવાન શ્રી કૃષ્ણની આરતી

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)

હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર)

ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો

કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં,

વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો

ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો,

જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો

ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું,

પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો

દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા,

હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો

નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,

પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે… - ઉતારો

પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,

કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો

કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી,

નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો

સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી,

ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો ,

સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો,

વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો

આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી,

પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,

નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો

નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને,

રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો

દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને,

જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો

Aarti Kunj Bihari Ki - ભગવાન શ્રી કૃષ્ણની આરતી

આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી
આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી

આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી
આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી

ગલે મેં બૈજંતી માલા
બજાવૈ મુરલી મધુર બાલા
શ્રવણ મેં કુણ્ડલ ઝલકાલા
નંદ કે આનંદ નંદલાલા

ગગન સમ અંગ કાંતિ કાલી
રાધિકા ચમક રહી આલી
લતન મેં ઠાઢ઼ે બનમાલી
ભ્રમર સી અલક કસ્તૂરી તિલક
ચંદ્ર સી ઝલક
લલિત છવિ શ્યામા પ્યારી કી
શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી

આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી
આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી

કનકમય મોર મુકુટ બિલસે
દેવતા દર્શન કો તરસેં
ગગન સોં સુમન રાસિ બરસે
બજે મુરચંગ
મધુર મિરદંગ
ગ્વાલિની સંગ
અતુલ રતિ ગોપ કુમારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી

આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી
આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી

જહાં તે પ્રકટ ભઈ ગંગા
સકલ મન હારિણિ શ્રી ગંગા
સ્મરણ તે હોત મોહ ભંગા
બસી શિવ શીશ
જટા કે બીચ
હરૈ અઘ કીચ
ચરન છવિ શ્રી બનવારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી

આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી
આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી

ચમકતી ઉજ્જ્વલ તટ રેનૂ
બજ રહી વૃંદાવન વેનૂ
ચહું દિશિ ગોપિ ગ્વાલ ધેનૂ
હંસત મૃદુ મંદ
ચાંદની ચંદ
કટત ભવ ફંદ
ટેર સુનુ દીન દુખારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી

આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી
આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી
આરતી કુંજબિહારી કી
શ્રી ગિરિધર કૃષ્ણમુરારી કી.