Ganesh Chaturthi 2025, Ganesh Mantra in Gujarati | ગણપતિ મંત્ર ગુજરાતી: હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) નું વિશેષ મહત્વ છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશનો જન્મોત્સવ દર વર્ષે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશોત્સવ 27 ઓગસ્ટ 2025થી શરૂ થશે અને દસ દિવસ સુધી ભક્તિપૂર્વક ઉજવાશે. આ સમય દરમિયાન ઘરો અને પંડાલોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે. ઉત્સવનો સમાપન 6 સપ્ટેમ્બર 2025, અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે થશે.
ધાર્મિક માન્યતા મુજબ, ગણેશોત્સવ દરમિયાન નિષ્ઠાપૂર્વક મંત્રજાપ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોને સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય તથા અવરોધમુક્ત જીવનનો આશીર્વાદ આપે છે. ગણેશ ચતુર્થીથી વિસર્જન સુધીના દિવસોમાં ભક્તો ખાસ મંત્રોનો જાપ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. માન્યતા છે કે આ મંત્રોના જાપથી વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે.
જો તમે ગણેશજીને પ્રસન્ન કરવા માંગો છો તો પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ અવશ્ય કરો. આ મંત્રોના જાપ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. જાણો.
ભગવાન ગણેશ પૂજા મંત્ર (Ganesh Chaturthi 2025 Puja Mantra)
- ॐ गं गणपतये नमो नमः
- ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्॥
- वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥ - दन्ताभये चक्रवरौ दधानं, कराग्रगं स्वर्णघटं त्रिनेत्रम्।
धृताब्जयालिङ्गितमाब्धि पुत्र्या-लक्ष्मी गणेशं कनकाभमीडे॥ - ॐ ह्रीं श्रीं क्लीं चिरचिर गणपतिवर वर देयं मम वाँछितार्थ कुरु कुरु स्वाहा ।
- ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं में वशमानय स्वाहा।
- ॐ एकदन्ताय विद्धमहे, वक्रतुण्डाय धीमहि, तन्नो दन्ति प्रचोदयात्॥
- ॐ नमो ह्रीं श्रीं क्रीं श्रीं क्लीं क्लीं श्रीं लक्ष्मी मम गृहे धनं देही चिन्तां दूरं करोति स्वाहा ॥
- विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।। - ॐ वक्रतुण्डैक दंष्ट्राय क्लीं ह्रीं श्रीं गं गणपते वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।