Ganesh Chaturthi Muhurat 2025: દેશભરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસથી આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના પહેલા દિવસે ભક્તો બાપ્પાને ઘરમાં લાવે છે અને વિધિવત પૂજા કરે છે. ભક્તો 2, 5, 7 અથવા 10 દિવસ સુધી ગણેશજીની સેવા કરે છે. ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે મૂર્તિનું વિસર્જન કરીને બાપ્પાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપે છે.
આ વર્ષે, ભાદ્રપદ મહિનાની અષ્ટમી તિથિ બે દિવસે આવતી હોવાથી ગણેશ ચતુર્થી કયા દિવસે પડશે તે અંગે મૂંઝવણ છે. આ આર્ટિકલમાં જાણીએ કે ગણેશ ઉત્સવ ક્યારે છે અને મૂર્તિ સ્થાપનાનો શુભ મુહૂર્ત શું છે…
ગણેશ ચતુર્થી 2025 ક્યારે છે? (Ganesh Chaturthi 2025 Date)
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી 26 ઓગસ્ટના રોજ બપોરે 1:54 PM થી શરૂ થશે, જે 27 ઓગસ્ટના રોજ બપોરે 3:44 PM સુધી રહેશે. આવી સ્થિતિમાં, ઉદયાતિથિ મુજબ ગણેશ ઉત્સવ 27 ઓગસ્ટ, બુધવારથી શરૂ થશે.
ગણેશ ચતુર્થી 2025 પૂજા શુભ મુહૂર્ત (Ganesh Chaturthi 2025 Puja Shubh Muhurat)
ગણેશ ઉત્સવના દિવસે ગણપતિની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 11:05 થી બપોરે 01:40 વાગ્યા સુધીનો છે. તેનો કુલ સમયગાળો 2 કલાક 34 મિનિટ છે.
ગણેશ ચતુર્થી પર બની રહ્યા છે શુભ યોગ (Ganesh Chaturthi Shubh yog)
આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવારથી શરૂ થઈ રહી છે, જે ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. આ ઉપરાંત શુક્લ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ જેવા યોગો આ દિવસે રચાઈ રહ્યા છે.
અનંત ચતુર્થી 2025 ક્યારે છે? (Anant Chaturthi 2025 Date)
અનંત ચતુર્થી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે. આ દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન (Ganesh Visarjan 2025) કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્થી 6 સપ્ટેમ્બર 2025ના રોજ આવશે.
ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત
- સવારનું મુહૂર્ત (શુભ) - સવારે 07:36 થી સવારે 09:10 સુધી
- બપોરનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - બપોરે 12:19 થી સાંજે 05:02 સુધી
- સાંજનું મુહૂર્ત (લાભ) - સાંજે 06:37 થી રાત્રે 08:02 સુધી
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - રાત્રે 09:28 PM થી મોડી રાત 01:45 સુધી, સપ્ટેમ્બર 07
- પરોઢનું મુહૂર્ત (લાભ) - સવારે 04:36 થી સવારે 06:02 સુધી, સપ્ટેમ્બર 07
ચંદ્ર દર્શનનો પ્રતિબંધિત સમય (Ganesh Chaturthi 2025 Moon Timing)
ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્ર જોવાથી કોઈ પ્રકારનો કલંક લાગે છે. તેથી, ચંદ્ર જોવાની મનાઈ એક દિવસ પહેલા એટલે કે 26 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ સુધી છે.
- ચંદ્ર દર્શનનો સમય - 26 ઓગસ્ટ બપોરે 01:54 થી રાત્રે 08:29 વાગ્યા સુધી
- સમયગાળો - 6 કલાક 34 મિનિટ
- ચંદ્ર દર્શનનો સમય - 27 ઓગસ્ટ સવારે 09:28 થી રાત્રે 08:57 વાગ્યા સુધી
- સમયગાળો - 11 કલાક 29 મિનિટ