Mahabhagya Yoga: અત્યારે મંગળ દેવ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે. આવતીકાલે 25 ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ મંગળ અને ચંદ્રમાના સંયોગથી એક શુભ યોગ બનવા જઈ રહ્યો છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળ અને ચંદ્રમાની આ યુતિ 'મહાભાગ્ય યોગ'નું નિર્માણ કરશે. આ યોગ જીવનમાં સૌભાગ્ય અને સફળતા લાવનારો માનવામાં આવે છે.
જ્યોતિષાચાર્યોના મતે, આ ખાસ યોગ આવતીકાલેથી બે દિવસ એટલે કે 27 ઓગસ્ટ સુધી રહેશે. આ સમયગાળો કેટલીક રાશિઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન લકી રાશિના જાતકોને ધન, કરિયર અને પારિવારિક સુખ સંબંધિત મોટી ખુશખબરી મળી શકે છે.તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિઓ…
મેષ: મહાભાગ્ય યોગ આ રાશિના જાતકો માટે લાભદાયી સિદ્ધ થશે. જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. દાંમ્પત્ય જીવનમાં મધુરતા જળવાશે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ બનશે.
વૃષભ: આ રાશિના જાતકોને મહાભાગ્ય યોગથી શુભ ફળ પ્રાપ્ત થશે. ચતુરાઈ અને સાહસના સમન્વયથી ધારેલું કામ સારી રીતે પાર પાડી શકશો. તમારી મહેનત રંગ લાવતી જણાશે. વેપારમાં અણધાર્યો લાભ મળી શકે છે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકશે. અગત્યની કામગીરી આગળ વધશે.
ધન: મંગળ-ચંદ્રની યુતિથી બનતો મહાભાગ્ય યોગ આ રાશિના જાતકોના નસીબના દરવાજા ખોલી નાંખશે. તમારી મનોકામના પુરી થતી જણાશે. વર્ષોથી અટકેલા કાર્યો એક પછી એક પુરા થવા લાગશે.નોકરિયાતો માટે પોતાની પ્રતિભા વિકસાવવાની તક. બુદ્ધિ અને તર્કથી નાણાકીય પ્રશ્નોનું નિરાકરણ આવશે.કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે