Leo Horoscope 2023: સિંહ રાશિના જાતકોને નવા વર્ષે કર્મોનું ફળ થોડું મોડું મળશે, શનિનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Wed, 28 Dec 2022 10:59 AM (IST)Updated: Thu, 26 Jan 2023 03:04 PM (IST)
leo-yearly-horoscope-2023

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Leo Yearly Horoscope 2023: સિંહ રાશિ માટે નવુ વર્ષ જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. લાંબા સમયે રાશિ પરિવર્તન કરતા ગ્રહો જેવા કે ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમને ખૂબ જ શુભ ફળ આપશે. 17 જાન્યુઆરી પછીનું તમારું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. વર્ષની શરુઆત તમને ગમે તેવી ન પણ હોય પરંતુ અંત સારો રહેશે.

ગ્રહોના ગોચર પ્રમાણે ફળકથન
આ વર્ષે એપ્રિલ મહિના સુધી આઠમાં સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છ, એપ્રિલ મહિના પછી તમારા માટે સમયગાળો ખૂબ જ શુભ છે. તમારા અટકેલા કાર્યો પૂરા થશે.

17 જાન્યુઆરીએ શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશશે અને તમને હકારાત્મક પરિણામો મળતા જણાશે. લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ-કચેરીના કામોમાંથી છૂટકારો મળશે. અપરિણિત જાતકોના લગ્ન થશે.

રાહુ મહારાજ સમગ્ર વર્ષ દરમિયાન ભાગ્ય સ્થાનમાંથી ભ્રમણ કરશે. તેથી તમને દરેક કાર્યનું ફળ મોડા પ્રાપ્ત થશે. ઓછા કામ માટે વધુ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્ય સંભાળવું જરુરી.

વ્યવસાય:
નોકરી-ધંધા ક્ષેત્રે તમારું આ વર્ષ શુભ રહેવાનું છે. ઉપર જણાવ્યું તે અનુસાર ફળ થોડુ મોડુ મળશે પણ મળશે જરુર. નાસિપાસ ન થવું. એપ્રિલ મહિના પછી ધંધામાં કોઈ રોકાણ કરી શકો છો. નોકરીમાં કોઈ સારી તક મળી શકે છે. સલાહ સૂચન આપનારા ક્ષેત્રોના જાતકો માટે અત્યંત શુભ સમય.

સ્વાસ્થ્ય:
આરોગ્ય બાબતે આ વર્ષ તમારે ખૂબ જ સાચવવાનું છે. ઓક્ટોબર મહિના પછી લાંબી બિમારી હોય તો તેમાંથી છૂટકારો મળશે. જીવનસાથીની તબિયત ખાસ સાચવવી.

લગ્ન-પ્રેમ જીવન
એપ્રિલ 2023 સુધી તો લગ્ન જીવન ખૂબ શુભ છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે, તેમના માટે એપ્રિલથી ઓક્ટોબરનો સમય કપરો રહેશે. અપરિણિત જાતકોના લગ્ન આ વર્ષે થઈ શકે છે.

અભ્યાસ:
આ વર્ષ વિદ્યાર્થીમિત્રો માટે થોડું સમજી વિચારીને ચાલવા જેવુ બની રહેશે. શાળા-કોલેજોમાં નેતૃત્વ કરવાની તક મળશે. નવા મિત્રો બનશે. જે જાતકોને સંતાન છે, તેમને પોતાના સંતાનની અભ્યાસની ચિંતા સતાવશે કારણ કે તમે એકદમથી જ તેમનામાં નવા પરિવર્તનો જોશો, પરંતુ તે પરિવર્તન તેમના માટે શુભ રહેશે.

ખાસ નોંધ- આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે ફળકથન અલગ-અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો-

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.