2023 Yearly Horoscope: વાર્ષિક રાશિફળ 2023, મેષથી લઇને મીન રાશિ સુધી તમામ રાશિના જાતકોનું કેવું રહેશે નવું વર્ષ, જાણો સંપૂર્ણ ફળકથન

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Sun, 01 Jan 2023 08:00 AM (IST)Updated: Tue, 07 Feb 2023 12:53 PM (IST)
yearly-horoscope-2023

અક્ષત પંડ્યા, અમદાવાદ. 2023 Yearly Horoscope Prediction, Horoscope 2023, Rashifal 2023: 2022ની વિદાય થઈ છે અને આજથી નવું કેલેન્ડર વર્ષ 2023 શરું થઈ ગયું છે. 2023 પૈસા અને કરિયરની દ્રષ્ટિએ કેવું રહેશે. નોકરીમાં તમને પ્રમોશન મળશે અથવા હવે તમારે તમારી મહેનતથી આગળ વધવાના પ્રયાસો કરવા પડશે. શું તમે સ્વાસ્થ્યને કારણે નવા વર્ષમાં તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપી શકશો નહીં? ધંધામાં ઉથલ-પાથલ થશે અથવા મોટા નફા સાથે 2023 યાદગાર બની રહેશે. આવા તમામ સવાલોના જવાબ જાણો જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી. આખરે નવા વર્ષમાં શનિ, ગુરુ, રાહુ અને કેતુના પરિવર્તનને કારણે તમારા જીવન પર શું અસર પડશે? જાણો કેવું રહેશે તમામ 12 રાશિઓ માટે નવું વર્ષ?

Yearly Horoscope 2023 (વાર્ષિક રાશિફળ 2023)

naidunia_image
Yearly Aries Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ મેષ રાશિ (Aries Sign)ના જાતકો માટે વર્ષ 2023 મધ્યમ બની રહેશે. કાર્યક્ષેત્રે ઘણા લાભ મળવાની સંભાવનાઓ રહેલી છે. સમગ્ર વર્ષ દરમિયાન તમારી રાશિ પરથી રાહુનું ભ્રમણ તમને કોર્ટ-કચેરી, હોસ્પિટલ, પોલીસ સ્ટેશનના દ્વાર સુધી લઈ જઈ શકે છે.

naidunia_image
Yearly Taurus Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ વૃષભ રાશિ (Taurus Sign)ના જાતકો માટે આ વર્ષ તમે ઈચ્છો હોય તેવું પણ હોય, થોડો સંઘર્ષ જીવનમાં તમે અનુભવશો. આર્થિક બાબતે સંઘર્ષ કરી પૈસા આવશે. વિદેશ જવાના યોગો બની શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પણ વર્ષ દરમિયાન ધ્યાન રાખવું જરુરી બની રહેશે.

naidunia_image
Yearly Gemini Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ મિથુન રાશિ (Gemini Sign)ના જાતકો માટે આ વર્ષ પરિવર્તનોથી ભરપૂર રહેવાનું છે. 17 જાન્યુઆરીથી શનિની પનોતી (ઢૈયા)માંથી છૂટકારો મળશે. તેથી વર્ષની શરુઆતથી જ શુભ સમય શરુ થશે. કોર્ટ-કચેરીના કામોમાંથી છૂટકારો મળશે. ધંધા-નોકરીમાં પણ પ્રગતિ થઈ શકે છે પણ તેની સાથે છૂપા શત્રુઓમાં વધારો થશે.

naidunia_image
Yearly Cancer Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ કર્ક રાશિ માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. જીવનના દરેક ક્ષેત્રમાં તમને ભાગ્યનો સાથ મળતો દેખાશે. કોર્ટ-કચેરીના કેસોમાં જો તમે ભરાયેલા છો તો તમને તેમાંથી છૂટકારો મળી શકશે. વર્ષની શરુઆતમાં જ શનિ દેવ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ગોચર કરશે, જેથી સ્વાસ્થ્ય સંભાળવુ જરુરી બની રહેશે. વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો, નજીકના વ્યક્તિ સાથે સંબંધોમાં તિરાડ પડી શકે છે.

naidunia_image
Yearly Leo Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ સિંહ રાશિ (Leo Sign) માટે નવુ વર્ષ જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. લાંબા સમયે રાશિ પરિવર્તન કરતા ગ્રહો જેવા કે ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમને ખૂબ જ શુભ ફળ આપશે. 17 જાન્યુઆરી પછીનું તમારું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે.

naidunia_image
Yearly Virgo Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ કન્યા રાશિ (Virgo Sign)ના જાતકો માટે આ નવુ વર્ષ જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. સમગ્ર જીવનના સૌથી મહત્વના નિર્ણયો આ વર્ષે લેવાના આવશે. અપરિણિત જાતકો કે જે લગ્નની ઉંમરના છે, તેમના લગ્ન આ વર્ષે થઈ શકે છે. ગુરુ દેવનું ગોચર તમને જોઈતા તમામ કાર્યો પૂર્ણ કરાવશે. દરેક કાર્યમાં મહેનત વધુ લાગશે, પરિણામની પ્રાપ્તિ માટે એપ્રિલ મહિના સુધી રાહ જોવી પડશે.

naidunia_image
Yearly Libra Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ તુલા રાશિ (Libra Sign)ના વાર્ષિક રાશિફળ 2023 જાતકો માટે નવુ વર્ષ શુભ રહેવાનું છે. જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તનો તમે અનુભવશો. આ વર્ષે તમે પ્રોપર્ટીમાં વધારો કરશો તેવી સંભાવના છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી થોડો સંઘર્ષ રહેશે પરંતુ એપ્રિલથી ઓક્ટોબરનો સમય ખૂબ જ શુભ રહેશે. જીવનમાં આધ્યાત્મિકતામાં વધારો થશે.

naidunia_image
Yearly Scorpio Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ વૃશ્ચિક રાશિ (Scorpio Sign)ના જાતકો માટે આ નવુ વર્ષ પડકારો ભરેલુ રહેશે. જીવનમાં થોડા સંઘર્ષોનો સામનો કરવો પડશે. આ વર્ષે તમારા કરિયર અને નોકરી પર વિશેષ સ્વરુપે પ્રભાવ પડશે. વર્ષની શરુઆત કરતા અંતિમ ભાગ ખૂબ જ શુભ રહેશે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનતનું ફળ વર્ષના અંતમાં મળશે.

naidunia_image
Yearly Sagittarius Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ આ વર્ષે 17મી જાન્યુઆરીએથી શનિની સાડાસાતી તમારા પરથી નીકળવાની છે. તમે કરેલા દરેક કાર્યોનું ફળ તમને આ વર્ષે મળશે. કોર્ટ-કચેરીના કામોમાં અચાનકથી સફળતા મળશે. કોઈની પર વધુ પડતો વિશ્વાસ ન કરવો સફળતા મળવાથી છૂપા શત્રુઓમાં પણ વધારો થશે.

naidunia_image
Yearly Capricorn Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ મકર રાશિ (Capricorn Sign)ના જાતકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. શનિદેવ જાન્યુઆરી મહિનામાં તમારી રાશિ પરથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેથી તમે ગયા વર્ષે કરેલા કર્મોનું ફળ આ વર્ષે મળશે. આ વર્ષે તમારા સન્માનમાં વધારો થવાનો છે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી કરી શકો છો. વાહન ખરીદશો.

naidunia_image
Yearly Aquarius Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાન્યુઆરી મહિનામાં શનિ તમારી રાશિ પરથી ગોચર કરશે, તેથી જીવનમાં ઘણા મોટા પરિવર્તનો જોવા મળશે. હાલ શનિની સાડાસાતી ચાલી રહી છે, ત્યારે આ વર્ષે તમે નવા-નવા પડકારોનો સામનો કરવો પડશે. 2023માં ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમારા જીવનમાં કેટલાક મોટા પરિવર્તનો લાવશે.

naidunia_image
Yearly Pisces Horoscope 2023 Prediction

વાર્ષિક રાશિફળ 2023 મુજબ આ વર્ષ મીન રાશિ (Pisces Sign)ના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. શનિ મહારાજ તમારા જીવનમાં થોડા ખર્ચા વધારશે. જાન્યુઆરી મહિના પછી શનિ તમારી રાશિથી બારમાં સ્થાને ગોચર કરશે, તે દરમિયાન સ્વાસ્થ્ય બાબતે થોડા ખર્ચામાં વધારો થશે. તમારા પોતાના તમારા વિરોધી બનતા તમને અનુભવાશે. ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમારા જીવનમાં કેટલાક મોટા પરિવર્તનો લાવશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.