Libra Horoscope 2023: તુલા રાશિના જાતકોને જીવનના દરેક તબક્કે સફળતાના યોગ, જાણો 2023નું સંપૂર્ણ ફળકથન

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Thu, 29 Dec 2022 03:19 PM (IST)Updated: Sat, 31 Dec 2022 11:52 AM (IST)
libra-yearly-horoscope-2023

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Libra Yearly Horoscope 2023: તુલા રાશિના વાર્ષિક રાશિફળ 2023 (Libra Yearly Rashifal 2023) જાતકો માટે નવુ વર્ષ શુભ રહેવાનું છે. જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તનો તમે અનુભવશો. આ વર્ષે તમે પ્રોપર્ટીમાં વધારો કરશો તેવી સંભાવના છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી થોડો સંઘર્ષ રહેશે પરંતુ એપ્રિલથી ઓક્ટોબરનો સમય ખૂબ જ શુભ રહેશે. જીવનમાં આધ્યાત્મિકતામાં વધારો થશે.

ગોચરની દ્રષ્ટિએ ફળકથન
વર્ષના એપ્રિલ મહિના સુધી ગુરુ મહારાજ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં ગોચર કરશે. છૂપા શત્રુઓથી સાવધાન રહેવુ જરુરી છે. મોસાળ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. એપ્રિલ મહિના પછી લગ્નજીવન તથા પ્રેમ સંબંધિત બાબતોમાં ખૂબ જ સાચવવું કોઈ ત્રીજૂ તમારા સંબંધમાં તિરાડ લાવવા માગશે.

17 જાન્યુઆરી પછી શનિ દેવ તમારી રાશિથી પંચમ સ્થાનમાં પ્રવેશ કરશે. કોઈને ઉછીના પૈસા આપવા નહીં, પાછા નહીં આવે. નાણાકીય બાબતોમાં ફાયદો થશે.

સમગ્ર વર્ષ દરમિયાન રાહુ મહારાજ તમારી રાશિથી સાતમાં સ્થાનમાં ગોચર કરશે. ધંધામાં જો ભાગીદાર હોય તો તેની સાથેના વ્યવહારો ખાસ સાચવવા, જીવનસાથી સાથે કોઈ વાદ-વિવાદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો જરુરી બની રહેશે.

વ્યવસાય:
વ્યવસાય ક્ષેત્રે વર્ષની શરુઆત મધ્યમ રહેશે, પરંતુ ત્યાર બાદ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ખૂબ જ સારો સમય આવવાનો છે. તમારા વ્યવસાય સાથે કોઈ નવો વ્યવસાય પણ શરુ કરી શકો તેમ છે. નોકરીયાત વર્ગને છૂપાશત્રુઓછી સાવધાાન રહેવાની જરુર છે.

આરોગ્ય:
આરોગ્ય ક્ષેત્રે આ વર્ષની શરુઆતમાં સાવવવુ જરુરી છે.તમે પડકારોનો સામનો કરશો. શારિરીક સમસ્યાઓ પણ ઉભી થશે. વર્ષના મધ્યભાગથી તમે સારુ અનુભવશો. અંત ભાગ પણ સારો રહેવાનો છે.

લગ્ન-લગ્નજીવન:
લગ્ન અને પ્રેમ જીવન માટે આ વર્ષ તમારા માટે એટલુ શુભ કહી શકાય નહીં. પ્રેમભંગ યોગનું નિર્માણ થઈ શકે છે. લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે એપ્રિલ મહિના પહેલા લગ્નના યોગ છે. એપ્રિલ મહિના પછી પ્રેમ સંબંધમાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

અભ્યાસ:
કળા ક્ષેત્રમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબ જ સારા યોગો બની રહ્યા છે, તમે ઘણા આગળ વધશો. ગ્રહોની યુતિ તમારા માટે શુભ છે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

આ પણ વાંચો:

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.