Capricorn Horoscope 2023: મકર રાશિના જાતકોને શનિદેવનું ગોચર શુભ ફળ આપશે, જાણો કેવું રહેશે તમારું નવું વર્ષ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Fri, 30 Dec 2022 04:47 PM (IST)Updated: Sat, 31 Dec 2022 11:51 AM (IST)
capricorn-yearly-horoscope-2023

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Capricorn Horoscope 2023: મકર રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. શનિદેવ જાન્યુઆરી મહિનામાં તમારી રાશિ પરથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેથી તમે ગયા વર્ષે કરેલા કર્મોનું ફળ આ વર્ષે મળશે. આ વર્ષે તમારા સન્માનમાં વધારો થવાનો છે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. વિદેશ જવાની ઈચ્છા પૂરી કરી શકો છો. વાહન ખરીદશો.

ગ્રહોના ગોચર પરથી ફળકથન
વર્ષની શરુઆતમાં ગુરુ દેવ તમારી રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે, એપ્રિલ મહિના પછી તેઓ ચોથા સ્થાનમાં ગોચર કરશે. ચોથા સ્થાનમાં આવતાની સાથે જ ગુરુદેવ તમને નોકરીમાં પ્રમોશન આપશે તેમજ ધંધામાં પણ કોઈ શુભ સમાચારના સંકેત આવી શકે છે. પદમાં વધારો થઈ શકે છે.

17 જાન્યુઆરી બાદથી જ તમે તમારા જીવનમાં ફેરફારો અનુભવશો. અચાનક તમે કરેલા કાર્યોનું ફળ મળવા લાગશે. કુંટુંબનો સહકાર તમને પ્રાપ્ત થશે.

સમગ્ર વર્ષ દરમિયાન રાહુ તમારી રાશિથી ચોથા સ્થાનમાં ગોચર કરશે. ઓક્ટોબર મહિના પછી રાહુ શુભ પરિણામ આપશે. મોટા ભાઈ-બહેન તરફથી અચાનક કોઈ મોટી સહાય પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે.

વ્યવસાય
વ્યાવસાયીક રીતે તમારા માટે આ વર્ષ શુભ રહેવાનું છે. કઈંક નવુ સાહસ કરી શકો છો. ધંધામાં નવી મિશનરી લાવી શકો છો. નોકરીમાં છૂપા શત્રુઓથી સાવધાન રહેવું. વાણીથી સંબંધો બગડી શકે છે. સ્વભાવમાં થોડી ઉગ્રતા વધશે. 22 એપ્રિલથી ઓક્ટોબર મહિનાનો સમય ખૂબ જ શુભ રહેશે.

આરોગ્ય
આરોગ્યની દ્રષ્ટિએ તમારે તમારી માતાનું સ્વાસ્થ્ય ખાસ સાચવવાનું છે. તમને કોઈ બિમારી હેરાન કરી રહી હોય તો તેને નજરઅંદાજ ન કરવી. વધુ પડતુ તીખુ ખાવાનું તમને હેરાન કરી શકે છે.

લગ્ન તેમજ પ્રેમ જીવન
લગ્ન અને પ્રેમ જીવનમાં આ વર્ષ તમારું શુભ રહેશે. 22 એપ્રિલ પછી અપરિણિત જાતકોના લગ્નના યોગો પણ બની રહ્યાં છે. પ્રેમ જીવનમાં પણ તમને શુભ ફળ મળશે, પણ કોઈ બાબતે ઝઘડો પણ થઈ શકે છે. પોતાની ગુપ્તવાતો અન્યને કહેવાનું ટાળવું, તે ભવિષ્યમાં તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.

અભ્યાસ
વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ કપરુ રહેશે. તમારે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું થોડું અઘરું બનશે. કારણ કે તમે ઈત્તર પ્રવૃત્તિઓમાં વધુ ધ્યાન આપશો. કોમર્સ સાથે સંબંધિત વિદ્યાર્થીઓને આ વર્ષે લાભ મળશે. મેડિકલ, મેનેજમેન્ટ સંબંધિત વિદ્યાર્થીઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, પોતાના પ્રેમ સંબંધિત બાબતોને અભ્યાસ પર હાવી ન થવા દેવી.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.