અક્ષત પંડ્યા, અમદાવાદ.
Virgo Yearly Horoscope 2023: કન્યા રાશિના જાતકો માટે આ નવુ વર્ષ જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. સમગ્ર જીવનના સૌથી મહત્વના નિર્ણયો આ વર્ષે લેવાના આવશે. અપરિણિત જાતકો કે જે લગ્નની ઉંમરના છે, તેમના લગ્ન આ વર્ષે થઈ શકે છે. ગુરુ દેવનું ગોચર તમને જોઈતા તમામ કાર્યો પૂર્ણ કરાવશે. દરેક કાર્યમાં મહેનત વધુ લાગશે, પરિણામની પ્રાપ્તિ માટે એપ્રિલ મહિના સુધી રાહ જોવી પડશે.
ગ્રહોના ગોચર પર એક નજર
આ વર્ષે ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમને ખૂબ અસર કરશે. એપ્રિલ મહિના પછી પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સ્પષ્ટતા મળશે. એપ્રિલ મહિના પછી ગુરુ આઠમાં સ્થાનમાં પ્રવેશ કરશે તેથી ગૂઢ વિદ્યાઓ તરફ તમે વધુ આકર્ષાશો. ધાર્મિક ક્ષેત્રે ખર્ચો થશે.
શનિ દેવ જાન્યુઆરીમાં છઠ્ઠા સ્થાનમાં અસર કરશે જેથી તેઓ છૂપા શત્રુઓ પર વિજય અપાવશે. લાંબા ગાળાથી તમને કોઈ બીમારી સતાવતી હોય તો ડોક્ટરને બતાવી લેવું હિતાવહ રહેશે. માતાનું સ્વાસ્થ્ય તો ખાસ સાચવવું.
રાહુ મહારાજ સમગ્ર વર્ષ દરમિયાન આઠમાં સ્થાનમાં ભ્રમણ કરશે. આ તમારા માટે સારુ કહેવાય નહીં. વાહન ચલાવતા સમયે ખાસ ધ્યાન રાખવાનું. કોઈ વાદ-વિવાદમાં પડવું નહીં. વાણી પર નિયંત્રણ રાખવું. કોઈને બિનજરૂરી સલાહ આપવા ગયા તો ભરાઈ જશો.
વ્યવસાય:
ધંધા-નોકરી ક્ષેત્રે આ વર્ષ તમારું શુભ રહેવાનું છે. વિદેશમાં જઈને કોઈ નવતર પ્રયાસ હાથ ધરી શકો છો. એટલુ ધ્યાનમાં રાખશો ઉધાર કોઈને આપતા નહીં. ઓક્ટોબર 2023 પછી પાર્ટનરશિપમાં ખૂબ જ ધ્યાન આપવું.
આરોગ્ય:
સ્વાસ્થ્ય અંગે ઉપર જણાવ્યું તે અનુસાર રાહુ આઠમાં સ્થાનમાં ગોચર કરી રહ્યા હોવાના કારણે ધ્યાન રાખવુ અત્યંત જરુરી છે. શનિ મહારાજ પણ છઠ્ઠા સ્થાનમાં આવવાના છે. સ્વાસ્થ્ય બાબતે ખર્ચો 100% આવી શકે છે.
પ્રેમ-લગ્ન જીવન
આ વર્ષે આ રાશિના જાતકો કે જે અપરિણિત છે, તેમના લગ્ન થઈ શકે છે. ઓક્ટોબર મહિના પછી થોડા મતમતાંતર ઉભા થશે પણ તમે બુદ્ધિ ચાતુર્યથી તેમાંથી બહાર આવશો. તમારા પ્રેમ સંબંધિત બધા જ પ્રશ્નો આ વર્ષે ઉકેલાઈ જશે. તમે એક નવા જીવનનો અનુભવ કરશો.
અભ્યાસ:
વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ મહત્વપૂર્ણ સાબિત થશે.મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસમાં કાર્ય કરતા જાતકો માટે આ વર્ષ ફાયદાકારક સાબિત થશે. આરોગ્યના કારણે અભ્યાસ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચો.
| 1 | મેષ રાશિ | 7 | તુલા રાશિ |
| 2 | વૃષભ રાશિ | 8 | વૃશ્ચિક રાશિ |
| 3 | મિથુન રાશિ | 9 | ધનુ રાશિ |
| 4 | કર્ક રાશિ | 10 | મકર રાશિ |
| 5 | સિંહ રાશિ | 11 | કુંભ રાશિ |
| 6 | કન્યા રાશિ |
