Taurus Yearly Horoscope 2023: વૃષભ રાશિના જાતકોને વર્ષ દરમિયાન સંઘર્ષ રહેશે, ઓક્ટોબર મહિના પછીનો સમય શુભ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Mon, 26 Dec 2022 11:39 AM (IST)Updated: Thu, 29 Dec 2022 06:34 PM (IST)
taurus-yearly-horoscope-2023-the-beginning-of-the-year-is-very-auspicious-but-in-the-final-part-all-areas-need-to-be-handled

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Taurus Yearly Horoscope 2023: વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ તમે ઈચ્છો હોય તેવું પણ હોય, થોડો સંઘર્ષ જીવનમાં તમે અનુભવશો. ગુરુ-શનિ-રાહુ-કેતુ જેવા લાંબા સમયે રાશિ પરિવર્તન કરનારા ગ્રહોના ગોચરથી તમારા જીવનમાં મોટા ફેરફાર આવવાના છે. આર્થિક બાબતે સંઘર્ષ કરી પૈસા આવશે. વિદેશ જવાના યોગો બની શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પણ વર્ષ દરમિયાન ધ્યાન રાખવું જરુરી બની રહેશે.

2023માં વર્ષ દરમિયાન ગ્રહોનું ગોચર
વર્ષ દરમિયાન શનિ તમારી રાશિથી નવમાં, ગુરુ અગિયારમાં તેમજ રાહુ બારમાં સ્થાનેથી ગોચર કરશે જેથી મહેનત વધારે અને ફળ ઓછું મળશે. જાન્યુઆરી મહિના પછી નોકરી-વ્યવસાય ક્ષેત્રે શુભ પરિણામ પ્રાપ્ત થશે.

22 એપ્રિલના દિવસે ગુરુનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ પરિણામ લાવશે. ધાર્મિક બાબતે થોડા ખર્ચ કરશો. વિદ્યાર્થીમિત્રોને પોતાના અભ્યાસ પાછળ વધુ પૈસા ખર્ચ થશે.

વ્યવસાય:
આ વર્ષે ધંધામાં ખૂબ જ સંઘર્ષ કરવો પડશે. ધંધાર્થે વિદેશ પ્રવાસ કરી શકશો. ઓક્ટોબર મહિના પછીનો સમય શુભ રહેશે, અટકેલા દરેક કાર્ય પૂરા થશે.

આરોગ્ય:
સ્વાસ્થ્ય બાબતે આ વર્ષ તમારું સામાન્ય રહેવાનું છે. આંખ, દાંત, પેટને સંબંધિત રોગ થઈ શકે છે. પિતાનું સ્વાસ્થ્ય વર્ષ દરમિયાન સાચવવું જરુરી બની રહેશે.

આર્થિક ક્ષેત્ર:
વર્ષની શરુઆત તમે ધારે એવી ન પણ હોય પણ એપ્રિલ મહિના પછી ધનલાભ થશે. કોઈ બાબતે લોન લેશો. કોઈને ઉધાર આપતા નહીં. ધંધામાં જળમૂળથી ફેરફાર કરી શકશો.

પ્રેમ-લગ્નજીવન:
લગ્ન બાબતે આ વર્ષ તમારું શુભ રહેવાનું છે. અપરિણિત જાતકોના એપ્રિલ મહિના પછી લગ્ન થઈ શકે છે.

અભ્યાસ:
તમારા સંતાનો પાછળ અભ્યાસ બાબતે મોટો ખર્ચો કરવા તૈયાર થઈ જજો. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષ શુભ છે પણ સ્વાસ્થ્ય સંભાળવુ જરુરી છે.

ખાસ નોંધ- (આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

આ પણ વાંચો-

(તમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપશે ગુજરાતી જાગરણ, અમને તમારી સમસ્યા તમારા જન્મની વિગતો સાથે [નામ -જન્મતારીખ-સ્થળ-સમય] આ ઈમેઈલ ID પર મોકલી આપો.E mail- jagrangujarati@jagrannewmedia.com )

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.