Gemini Horoscope 2023: મિથુન રાશિના જાતકો જીવનમાં મોટા ફેરફારો માટે તૈયાર થઈ જાવ, જવાબદારીમાં થશે વધારો

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Tue, 27 Dec 2022 09:31 AM (IST)Updated: Thu, 29 Dec 2022 06:32 PM (IST)
gemini-yearly-horoscope-2023-get-ready-for-big-changes-in-life

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Gemini Yearly Horoscope 2023: મિથુન રાશિ (ક,છ,ઘ અક્ષર)ના જાતકો માટે આ વર્ષ પરિવર્તનોથી ભરપૂર રહેવાનું છે. 17 જાન્યુઆરીથી શનિની પનોતી (ઢૈયા)માંથી છૂટકારો મળશે. તેથી વર્ષની શરુઆતથી જ શુભ સમય શરુ થશે. ગુરુ-શનિ-રાહુ-કેતુ જેવા લાંબા સમયે રાશિ પરિવર્તન કરતા ગ્રહોના પરિવર્તનથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો આવશે. કોર્ટ-કચેરીના કામોમાંથી છૂટકારો મળશે. ધંધા-નોકરીમાં પણ પ્રગતિ થઈ શકે છે પણ તેની સાથે છૂપા શત્રુઓમાં વધારો થશે.

આ વર્ષે ગ્રહોનું ગોચર
આ વર્ષના ગ્રહોના ગોચરની વાત કરીએ તો શનિ તમારી રાશિથી 9માં સ્થાનેથી, ગુરુ મહારાજ કર્મ તેમજ લાભ સ્થાનમાં અને રાહુ મહારાજ અગિયારમાં સ્થાનેથી ભ્રમણ કરશે. સ્વાસ્થ્ય અંગે ખાસ સાવધ રહેવુ પડશે. ધંધામાં ખોટા સાહસો ન લેવા, સમજી વિચારીને નિર્ણયો લેવા. એપ્રીલ મહિના પછી નવો ધંધો શરુ કરવો શુભ રહેશે. આ મહિના પછી મિલકત-વાહન પણ ખરીદી શકો છો. અણધાર્યા લાભ પ્રાપ્ત થશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી બની રહેશે. 30 ઓક્ટોબર પછી નોકરી પગાર વધારો કે નોકરી બદલવાના યોગો બની રહ્યા છે.

વ્યવસાય:
ધંધા-નોકરી બાબતે આ વર્ષ તમારું મધ્યમ રહેવાનું છે. પત્રકાર, કળા કે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. શિક્ષક- સલાહકાર-વકીલ લોકો માટે પણ આ વર્ષ શુભ નિવડશે. વર્ષનો છેલ્લો ભાગ ખૂબ જ શુભ રહેશે.

આરોગ્ય:
આ વર્ષે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. નાની-મોટી શસ્ત્રક્રિયા પણ થઈ શકે છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે પિતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી. કોઈ બાબત તમને માનસિક રીતે હેરાન કરશે, ઉંડા વિચારો કરવા મજબૂર કરશે.

લગ્ન-લગ્નજીવન:
લગ્નજીવન બાબતે આ વર્ષે તમારે કોઈ ચિંતા કરવાની જરુર નથી, આ વર્ષ શુભ રહેશે. અપરિણિત જાતકોના લગ્ન નક્કી એપ્રિલ મહિના પછી થઈ શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે પ્રેમસંબંધમાં તકલીફો આવી શકે છે.

અભ્યાસ
આ વર્ષ આ રાશિના જાતકોના વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ જ શુભ રહેવાનું છે. તમે ઓછી મહેનતે વધુ રિઝલ્ટ હાંસલ કરશો. એન્જીનિયરિંગનો અભ્યાસ કરતાં જાતકો તેમજ મેડિકલના ક્ષેત્રમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સમય અત્યંત શુભ રહેશે. અભ્યાસઅર્થે વિદેશ જવાના પણ યોગ રહેલા છે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

(તમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપશે ગુજરાતી જાગરણ, અમને તમારી સમસ્યા તમારા જન્મની વિગતો સાથે [નામ -જન્મતારીખ-સ્થળ-સમય] આ ઈમેઈલ ID પર મોકલી આપો.E mail- jagrangujarati@jagrannewmedia.com )

આ પણ વાંચો-

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.