Cancer Yearly Horoscope 2023: કર્ક રાશિના જાતકો માટે આ નવુ વર્ષ શુભ સાબિત થશે, કરિયરમાં સફળતા મળશે

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Thu, 29 Dec 2022 06:35 PM (IST)Updated: Thu, 29 Dec 2022 06:35 PM (IST)
cancer-yearly-horoscope-2023-for-cancer-natives-this-new-year-will-prove-to-be-auspicious-for-you

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Cancer Yearly Horoscope 2023: કર્ક રાશિ માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. જીવનના દરેક ક્ષેત્રમાં તમને ભાગ્યનો સાથ મળતો દેખાશે. કોર્ટ-કચેરીના કેસોમાં જો તમે ભરાયેલા છો તો તમને તેમાંથી છૂટકારો મળી શકશે. વર્ષની શરુઆતમાં જ શનિ દેવ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ગોચર કરશે, જેથી સ્વાસ્થ્ય સંભાળવુ જરુરી બની રહેશે. વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો, નજીકના વ્યક્તિ સાથે સંબંધોમાં તિરાડ પડી શકે છે.

વર્ષ દરમિયાન ગ્રહોનું ગોચર
વર્ષ દરમિયાન શનિ તમારી રાશિથી આઠમા, 22 એપ્રિલથી ગુરુ દસમાં સ્થાનમાં અને રાહુ મહારાજ સમગ્ર વર્ષ દરમિયાન દસમા સ્થાનેથી ગોચર કરશે અને વર્ષના અંતે એટલે કે ઓક્ટોબરમાં ભાગ્ય સ્થાનમાં પ્રવેશશે. જેથી એપ્રિલથી ઓક્ટોબર મહિના સુધીનો સમય તમારા માટે શુભ સાબિત થશે. કોઈ નવું કાર્ય શરુ કરવા માંગતા હોવ તો એપ્રિલ મહિના સુધી શ્રેષ્ઠ સમય છે. 22 એપ્રિલ પછી નોકરી-ધંધામાં સમજી વિચારીને નિર્ણયો કરવા. લાંબી યાત્રામાં જવુ પડી શકે છે. 30 ઓક્ટોબર પછી થોડી મુસિબતોનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાય:
આ વર્ષ તમારું વ્યવસાય ક્ષેત્રે મહત્વનું રહેવાનું છે. જીવનમાં સૌથી મોટી સફળતાઓ તમને આ વર્ષે મળશે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. 22 એપ્રિલ સુધી કોઈ મિલકત કે વાહનમાં વધારો કરી શકો છો.

આરોગ્ય:
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષે તમારે વિશેષ કાળજી લેવા જેવી છે. માથામાં તેમજ સાંધામાં દુખાવાની ફરિયાદ તમે કરશો. 17 જાન્યુઆરી પછી તબિયત ખરાબ થઈ શકે છે. આંખ-કાનના રોગ પણ આવી શકે છે.

લગ્ન-પ્રેમજીવન
આ વર્ષે લગ્નજીવન શુભ રહેશે. તમે તમારુ બુદ્ધિ-ચાતુર્યથી નાના-નાના ઝઘડાનું નિરાકરણ લાવશો. એપ્રિલ 2023 સુધી અપરિણિત જાતકોના લગ્નના યોગો પણ બની રહ્યા છે. પ્રેમી સાથે વાત કરતા ખોટા પ્રોમીસ ન આપવા, વાણી પર નિયંત્રણ રાખવું.

અભ્યાસ:
આ વર્ષે એપ્રિલ 2023 પછી અભ્યાસમાં તમે સારુ પ્રદર્શન કરશો. તમારી તબિયતના કારણે અભ્યાસમાં અસર થઈ શકે છે માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી બની રહેશે. હોટલ મેનેજમેન્ટ, કોઈ સંસ્થાનું મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, વકિલ, શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

(તમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપશે ગુજરાતી જાગરણ, અમને તમારી સમસ્યા તમારા જન્મની વિગતો સાથે [નામ -જન્મતારીખ-સ્થળ-સમય] આ ઈમેઈલ ID પર મોકલી આપો.E mail- jagrangujarati@jagrannewmedia.com )

આ પણ વાંચો-

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.