Scorpio Horoscope 2023: વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં ઘણા પડકારોનો સામનો કરાવશે નવું વર્ષ, મિલકતમાં વધારો થશે

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Fri, 30 Dec 2022 04:15 PM (IST)Updated: Sat, 31 Dec 2022 11:51 AM (IST)
scorpio-yearly-horoscope-2023

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Scorpio Horoscope 2023: વૃશ્ચિક રાશિના જાતકો માટે આ નવુ વર્ષ પડકારો ભરેલુ રહેશે. જીવનમાં થોડા સંઘર્ષોનો સામનો કરવો પડશે. આ વર્ષે તમારા કરિયર અને નોકરી પર વિશેષ સ્વરુપે પ્રભાવ પડશે. વર્ષની શરુઆત કરતા અંતિમ ભાગ ખૂબ જ શુભ રહેશે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનતનું ફળ વર્ષના અંતમાં મળશે.

ગ્રહોના ગોચર પ્રમાણે ફળકથન
ગુરુ મહારાજ એપ્રિલ 2023 પછી તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે. તમને જમીન-મકાન વાહન ખરીદવા ઈચ્છતા હશો તો તેમાં સફળ રહેશો. વર્ષના અંતમાં મોસાળ તરફથી લાભ પ્રાપ્ત થશે.

17 જાન્યુઆરી 2023ના રોજ શનિ મહારાજ રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે તમારી રાશિથી ચોથા સ્થાને છે. તેથી થોડો સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. મોટા ભાઈ-બહેન તરફથી લાભ મળશે.

સમગ્ર વર્ષ દરમિયાન રાહુ મહારાજ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને પસાર થશે. તે શત્રુ પર તમારો વિજય દર્શાવે છે. તમારા ખર્ચામાં વધારો થશે. રાજકારણ ક્ષેત્રે જો તમે એક્ટિવ છો, તો તમારા માટે કોઈ મોટું પદ રાહ જોઈ રહ્યું છે. વર્ષના અંત ભાગમાં રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે જેથી પ્રેમ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જરુરી.

વ્યવસાય:
વર્ષની શરુઆત તો એકંદરે સારી રહેશે. પરંતુ જાન્યુઆરી મહિના પછી તમારે વધુ મહેનત કરવી પડશે. થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે.નોકરિયાત વર્ગને પણ પ્રમોશન સમયે છૂપા શત્રુઓ હેરાન કરી શકે છે.

લગ્ન-પ્રેમ સંબંધિત ફળકથન
વર્ષની શરુઆતમાં લગ્ન તેમજ પ્રેમ સંબંધે સમય ખૂબ જ શુભ રહેશે. વર્ષના મધ્યભાગમાં પ્રેમ સંબંધમાં ખાસ ધ્યાન રાખવું, કોઈના કહેવાથી તમારો/તમારી પાર્ટનર તમારા પર શંકા કરી શકે છે.એકંદરે જોવા જઈએ તો લગ્ન અને પ્રેમ જીવન આ વર્ષ દરમિયાન મધ્યમ જોવા મળશે.

અભ્યાસ
આ વર્ષે અભ્યાસમાં તમે વધુ પડતી મહેનત કરશો તેવા યોગો બની રહ્યા છે. જો તમે સિવિલ એન્જીનિયરિંગ, કોમર્સ જેવા ક્ષેત્રો પસંદ કર્યા છે, તો તમે તેમાં ઘણા આગળ વધી શકશો.
શાળા-કોલેજોમાં ચાલતા રાજકારણથી દૂર રહેવું, મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

Note: (આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.