Sagittarius Horoscope 2023: ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી મળશે છૂટકારો, આ વર્ષે પ્રવાસના પ્રબળ યોગો

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Fri, 30 Dec 2022 04:22 PM (IST)Updated: Sat, 31 Dec 2022 11:51 AM (IST)
sagittarius-yearly-horoscope-2023

અક્ષત પંડ્યા, અમદાવાદ.
આ વર્ષે 17મી જાન્યુઆરીએથી શનિની સાડાસાતી તમારા પરથી નીકળવાની છે. તમે કરેલા દરેક કાર્યોનું ફળ તમને આ વર્ષે મળશે. કોર્ટ-કચેરીના કામોમાં અચાનકથી સફળતા મળશે. કોઈની પર વધુ પડતો વિશ્વાસ ન કરવો સફળતા મળવાથી છૂપા શત્રુઓમાં પણ વધારો થશે.

ગ્રહો પ્રમાણે ફળકથન
વર્ષની શરુઆતમાં ગુરુ તમારી રાશિથી ચોથા સ્થાનમાં ગોચર કરશે એટલે કે એપ્રિલ મહિના સુધી તમે નવી મિલકત કે વાહન ખરીદી શકો છો. માતાનું સ્વાસ્થ્ય સાચવવું. એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સમય શુભ રહેશે. વર્ષના અંતિમ ભાગમાં તમારા પર કોઈ મોટી જવાબદારી આવી શકે છે.

શનિ મહારાજનું ગોચર તમારા માટે આ વર્ષે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. 17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને તમારું ભાગ્ય બદલાઈ જશે. કોઈી વાતનો ઝડપથી વિશ્વાસ કરવો નહીં. શેરબજારમાં આ વર્ષે ઈન્વેસ્ટ કરવાથી સારા એવા પૈસા કમાશો.

સમગ્ર વર્ષ દરમિયાન રાહુ મહારાજ તમારી રાશિથી પાંચમા સ્થાનમાંથી પસાર થશે જેથી પ્રેમ સંબંધિત બાબતોમાં ખાસ સાચવવું. તમારો કોઈ મિત્ર તમારા સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વ્યવસાય
ધંધા-નોકરી બાબતે આ વર્ષ તમારા માટે શુભ છે. વિદેશ જવાનું થઈ શકે છે. નવા સાહસ કરવા માટે ઉત્તમ સમય છે. વર્ષના છેલ્લા ભાગમાં એટલે કે ઓક્ટોબર પછી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે.

આરોગ્ય
જો તમે તમારા શરીરમાં કોઈ બાબતને નજરઅંદાજ કરી રહ્યા છો તો તે તમને ભારે પડી શકે છે. વર્ષની શરુઆત તો ખાસ સાચવવું, એપ્રિલથી ઓક્ટોબર મહિનો શુભ રહેશે.

લગ્ન અને પ્રેમ બાબત
આ વર્ષે પ્રેમ અને વિવાહિક જીવનમાં પડકારોનો સામનો કરવો પડશે. બિનજરુરી ઝઘડા થશે, એકબીજા પર શંકાઓ કરશો. પ્રેમ સંબંધનો ભાંડો ઘરે ફૂટી શકે છે. વર્ષનો અંતિમ તબક્કો શુભ પસાર થશે.

અભ્યાસ:
ધનુ રાશિના વિદ્યાર્થીમિત્રો માટે આ સમયગાળો અભ્યાસ માટે તો બેસ્ટ રહેવાનો છે.એન્જિનિયરિંગ, ટેક્નિકલ, ઈલેક્ટ્રિક વિભાગમાં કામ કરતા વિદ્યાર્થીમિત્રોને સફળતા મળી શકે છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો શુભ ફળ આપશે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.