Chin Tapak Dam Dam: આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં કોઈ વ્યક્તિએ બોલેલું એક વાક્ય પણ વાયરલ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક કાર્ટન કેરેક્ટરનું કેચફ્રેઝ ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ કેચફ્રેસ 'ચીન ટપાક ડમ ડમ' (Chin Tapak Dam Dam)એ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે.
બાળકોના લોકપ્રિય કાર્ટૂન શો 'છોટા ભીમ' (Chhota Bheem)નો ડાયલોગ 'ચીન ટપાક ડમ ડમ' સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ડાયલોગનો ઉપયોગ કરીને છોટા ભીમના ફેન્સ જ નહીં પરંતુ અન્ય ઘણા યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને મનોરંજન કન્ટેન્ટ બનાવી રહ્યા છે.
કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે 'ચીન ટપાક ડમ ડમ'?
'છોટા ભીમ' શોમાં ખલનાયક પાત્ર ટાકિયા જ્યારે પણ તેની જાદુઈ શક્તિઓ પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે 'ચીન ટપાક ડમ ડમ' બોલે છે. આ ડાયલોગનો ટ્રેન્ડ શરૂ થયું જ્યારે એક ફેન્સે 'છોટા ભીમ - ઓલ્ડ એનીમીસ, સીઝન 4, એપિસોડ 47' ટાઈટલ વાળો એપિસોડ ફરી એકવાર જોયો. આ એપિસોડમાં ટાકિયા ઢોલકપુરમાં તેના ભૂતકાળના કારનામાઓને યાદ કરે છે. ત્યારે તે તેના આઇકોનિક કેચફ્રેઝ 'ચીન ટપાક ડમ ડમ' ઉપયોગ કરે છે.
આ સીનની ક્લિપ્સ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે તેને મેમ ટેમ્પલેટમાં ટ્રાન્સફર કરીને ટ્રેન્ડ કર્યો હતો. 'ચીન ટપાક ડમ ડમ'ની ઇન્સ્ટાગ્રામ રીલ્સ, એક્સ પોસ્ટ્સ અને યુટ્યુબ વીડિયોના મીમ્સથી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
અહીં જુઓ કેટલાક શાનદાર 'ચીન ટપાક ડમ ડમ' મીમ્સ
Life is too short to argue, just say "chin tapak dam dam" n move on pic.twitter.com/0bpfazzj8W
— Cinnamon Roll ✨️ (@BisiBeleBathh) July 31, 2024