દરેક દેશમાં સરકારની અલગ-અલગ યોજનાઓ બનવવા અને તેને લોકો સુધી પહોંચાડવા માટે જુદા-જુદા વિભાગના મંત્રાલય હોય છે. ભારતમાં પરિવહનની સુવિધા લોકો સુધી પહોંચે તે માટે ટ્રાન્સ્પોર્ટ મંત્રાલય, રેલવે માટે રેલવે મિનિસ્ટ્રી અને આરોગ્ય સાથે સંકળાયેલી સેવા લોકો સુધી પહોંચાડવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય છે. જો કે આજે અમે આપને કેટલાક એવા મંત્રાલયો વિશે જણાવીશું, જેના નામ અને તેના કામને લઈને તમને ચોક્કસ નવાઈ લાગશે. આવા દેશોમાં ભારતનું નામ પણ સામેલ છે.
રશિયાની સેક્સ મિનિસ્ટ્રી
જો રશિયાની વાત કરીએ તો, યૂક્રેન સાથે યુદ્ધ લડી રહેલા આ દેશના રાષ્ટ્રપતિ પુતિનને ઘટતી જતી વસ્તીની ચિંતા સતાવવા લાગી છે. આજ કારણોસર રશિયન સરકારે વસ્તી વધે તેના પર ધ્યાન આપવા માટે ગત વર્ષે સેક્સ મંત્રાલય બનાવવાની જાહેરાત કરી હતી.
જાપાનની ટૉઈલેટ મિનિસ્ટ્રી
જાપાનમાં ટૉઈલેટનું 60 મિલિયન ડૉલરનું મ્યૂઝીયમ આવેલું છે. વર્ષ 2014માં જાપાનના મહિલા સશક્તિકરણ મંત્રી હારુકો અરિમુરાએ પોતાના નામની સાથે-સાથે ટૉઈલેટ મંત્રી તરીકેનો હોદ્દો પણ સાંકળી દીધો. તેમનું માનવું હતું કે, મહિલાઓના વિકાસ માટે જાહેર શૌચાલયમાં સુધારો થાય તે આવશ્યક છે.
ભારતનું યોગ મંત્રાલય
જ્યારે 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનીને ભારતની સત્તા સંભાળી, ત્યારે તેમણે પોતાની સરકારમાં એક નવા મંત્રાલયની રચના કરી હતી. આ મંત્રાલય એટલે કે યોગ મંત્રાલય. જેને આપણે આયુષ મંત્રાલય તરીકે પણ ઓળખીએ છીએ.
મિનિસ્ટ્રી ઑફ હેપ્પીનેસ
યુનાઈટેડ અરબ અમીરાતે ફેબ્રુઆરી 2016માં મિનિસ્ટ્રી ઑફ હેપ્પીનેસની રચના એટલા માટે કરી હતી, જેથી અહીંના લોકોની જિંદગી ખુશહાલ થઈ શકે છે. જેના પરિણામે હેપ્પીનેસ ઈન્ડેક્સ અર્થાત દુનિયાના સૌથી ખુશહાલ દેશમાં UAEનું નામ પણ સામેલ થાય.