VIRAL VIDEO: સોશિયલ મીડિયામાં લગ્ન પ્રસંગમાં વર-કન્યાનો ડાન્સ, કન્યાની એન્ટ્રી, જાનૈયાઓનો ડાન્સ જેવા વીડિયો જોત-જોતામાં વાયરલ થઈ જાય છે. લગ્ન પછીની પ્રથમ રાત એટલે કે સુહાગરાત વર અને કન્યા બન્ને માટે ખાસ હોય છે. એવામાં જો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય તો…! ખરાબના વિચારશો. હકીકતમાં બાંગ્લાદેશના એક નવ પરિણીત યુગલે પોતાના લગ્નની ફર્સ્ટ નાઈટનો વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં બાંગ્લાદેશની ઈન્સ્ટાગ્રામ યુઝર્સ શુરોવી ઈસ્લામે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની સુહાગરાતનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતાના પતિ મુશ્ફીક અહેસાન સાથે જોવા મળી રહી છે. આ બન્ને ગાયક અને સંગીતકાર છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, સુહાગરાત માટે બેડરૂમને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આ દરમિયાન પતિ મુશ્ફિક હાથમાં ગિટાર લઈને બેસી જાય છે. જ્યારે પત્ની શુરોવી પોતાના મધુર અવાજમાં બૉલિવૂડ ફિલ્મ 'એજન્ટ વિનોદ'નું અરીજીત સિંહે ગાયેલું 'રાબતા' ગીત સુંદર રીતે ગાઈ રહ્યા છે. આ ગીત દરમિયાન શુરોવી અને મુશ્ફીકની કેમેસ્ટ્રી જામી રહી છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં 3.30 લાખથી વધુ લાઈક મળી ચૂકી છે. જ્યારે લોકો પણ તરેહ-તરેહની કૉમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, જે પ્રમાણે પતિ પોતાની પત્ની તરફ જોઈ રહ્યો છે, તે ખૂબ જ સુંદર છે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, બન્ને ક્યૂટ લાગી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, બન્નેને મ્યૂઝિક પસંદ છે, આથી બન્ને વચ્ચે ક્યારેય લડાઈ નહીં થાય. અન્ય એક યુઝર્સે લખ્યું કે, હું પણ ગિટાર વગાડતા શીખી લઉ, પછી તેના માટે ગાઈશ…