ગોરખપુરની હોટલમાં પ્રેમીપંખીડાની ફજેતીઃ પતિએ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં રંગેહાથ ઝડપી પાડતાં તમાશો

પતિના ત્યાં કામ શીખવા આવતા યુવકે જ પત્નીને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમીએ બહાનું કાઢીને રજા લઈ હોટલમાં રૂમ બુક કરાવ્યો અને પાછળ-પાછળ યુવકની પત્ની પહોંચી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 27 Jul 2025 10:17 PM (IST)Updated: Sun 27 Jul 2025 10:17 PM (IST)
uttar-pradesh-news-husband-caught-wife-with-lover-in-gorakhpur-hotel-574347
HIGHLIGHTS
  • હોટલના રૂમમાંથી શરૂ થયેલી માથાકૂટ જાહેર રોડ સુધી પહોંચી ગઈ
  • એક કલાક સુધી ચાલેલો હાઈ વૉલ્ટેજ ડ્રામા નિહાળવા લોકો ટોળે વળ્યા

Uttar Pradesh News: 'પતિ-પત્ની ઔર વો'ના કિસ્સામાં ઘણીવાર સબંધોનો લોહીયાળ અંત આવતો હોય છે, તો ક્યારેક પ્રેમી-પંખીડાઓને શરમજનક સ્થિતિમાં મૂકાઈ જવું પડે તેવી સ્થિતિ પણ સર્જાતી હોય છે. એવામાં આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવકે હોટલમાં પોતાની પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડી પાડી હતી. જેના કારણે હોટલના રૂમથી શરૂ થયેલો તમાશો રોડ સુધી પહોંચી ગયો હતો.

હકીકતમાં બરેલીમાં રહેતો એક યુવક આજે સવારે 11 વાગ્યાની આસપાસ પોતાની પત્નીનો પીછો કરતો-કરતો ગુલરિહા શહેર સ્થિત બરગદહી વિસ્તારની હોટલ સુધી પહોંચી ગયો હતો. જ્યાં તેણે હોટલના રૂમનો દરવાજો ખોલ્યો, તો સામે તેની પત્ની પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોવા મળી હતી. જે બાદ હોટલમાં રૂમમાં જ ત્રણેય જણા વચ્ચે માથાકૂટ થવા લાગી હતી.

આ દરમિયાન ઝપાઝપી કરતાં મહિલાનો પતિ અને તેનો પ્રેમી જાહેર રોડ પર આવી ગયા હતા. જ્યાં એક કલાક સુધી બન્ને વચ્ચે તકરાર ચાલતી રહી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો અને તેને વાયરલ કરી દીધો હતો.

પતિએ આરોપ લગાવ્યો કે, તે છેલ્લા 9 વર્ષથી ગોરખપુરના ભટહટ વિસ્તારમાં ફર્નિચરની દુકાનમાં કામ કરે છે અને તેને પત્ની થકી પાંચ વર્ષનો પુત્ર પણ છે. આજથી ત્રણ વર્ષ પહેલા જ જીશાન નામના યુવકે તેના ત્યાં કામ શીખવાનું શરૂ કર્યું છે. જેથી તે અવારનવાર મારા ઘરે અવરજવર કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે મારી પત્નીને પ્રેમજાળમાં ફસાવી છે.

આજે જીશાને બરેલી જવાનું બહાનું કાઢ્યું અને હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. થોડીવાર બાદ પત્ની પણ ત્યાં પહોંચી ગઈ. આથી મેં બન્નેનો પીછો કરીને રંગેહાથ ઝડપી પાડ્યા.

આ બાબતની જાણ થતાં સબંધીઓ પણ હોટલ પાસે પહોંચી ગયા. જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતો. જો કે લોકો વીડિયોમાં પોતાની ફજેતી કેદ કરી રહ્યા હોવાનું જાણી જતાં તમામ લોકો ચૂપચાપ ત્યાંથી ચાલતી પકડી હતી.