Extra Marital Affair: ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સાત જનમનું બંધન માનવામાં આવે છે, પરંતુ આજના સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની જમાનામાં લગ્નેતર સબંધો બંધાતા વાર નથી લાગતી. આવા લગ્નેતર સબંધોનો ઘણી વખત લોહીયાળ અંત પણ આવતો હોય છે. જો કે ઘણી વખત સમયસર પતિ કે પત્નીને પોતાના જીવનસાથીના લગ્નેતર સબંધની જાણ થઈ જાય, ત્યારે જોવા જેવી થતી હોય છે. એવામાં આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં પોતાની પત્નીને તરછોડીને પારકી સ્ત્રી મિત્ર સાથે રહેતા પતિને સરેઆમ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પાકડબડા મહોલ્લામાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે માથાકૂટ ચાલતી હતી.જેના પગલે 20 દિવસ પહેલા જ તે પોતાની પત્નીને તરછોડીને બીજી સ્ત્રી મિત્ર સાથે રહેવા જતો રહ્યો હતો.
આ પણ વાંચો
આ બાબતની જાણ થતાં પત્નીએ પોતાના પિયરિયાની મદદથી બેવફા બનેલા પતિની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ગઈકાલે સવારે પત્નીએ પોતાના પતિને તેની સ્ત્રી મિત્ર સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. આ સાથે જ પત્ની પોતાનું ચંપલ લઈને પતિ અને તેની સ્ત્રી મિત્ર પર તૂટી પડી હતી અને બન્નેને ઝૂડી નાંખ્યા હતા.
આ દરમિયાન પત્નીના પિયરિયા પણ મદદ માટે આગળ આવ્યા હતા. જેમણે પતિના હાથ અને પગ દોરડાથી બાંધીને તેને રોડ પર ઢસડીને લઈ ગયા. આ ઘટનાના પગલે તમાશો નિહાળવા માટે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે મામલો થાળે પાડીને તમામ લોકોને પોલીસ મથકે લઈ ગયા હતા.
જ્યાં પોલીસે પતિ-પત્નીના પરિવારજનો સાથે વાતચીત કરીને બન્ને પક્ષોને સમજાવીને ઘરે મોકલી આપ્યા છે. આ મામલે કોઈ ફરિયાદ નથી મળી.