Independence Day 2024: સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવતા પહેલા જાણી લો આ નિયમો

India Independence Day 2024, August 15: આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પર દેશમાં અનેક સ્થળોએ જેમ કે, ઓફિસો, શાળાઓ અને યુનિવર્સિટીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જો કે, ધ્વજવંદનના કેટલાક નિયમો છે, જે તિરંગો ફરકાવતા પહેલા તમારે જાણવા જરૂરી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 13 Aug 2024 09:05 AM (IST)Updated: Tue 13 Aug 2024 09:05 AM (IST)
independence-day-2024-know-flag-hoisting-time-rules-and-celebration-guidelines-for-august-15-swatantra-diwas-379214

India Independence Day 2024, August 15: આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પર દેશમાં અનેક સ્થળોએ જેમ કે, ઓફિસો, શાળાઓ અને યુનિવર્સિટીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જો કે, ધ્વજવંદનના કેટલાક નિયમો છે, જે તિરંગો ફરકાવતા પહેલા તમારે જાણવા જરૂરી છે.

શું છે ભારતીય ધ્વજ સંહિતા?
દેશમાં વર્ષ 2002માં ભારતીય ધ્વજ સંહિતા લાગુ કરવામાં આવી હતી. ત્યારે જાણો ભારતીય ધ્વજ સંહિતા હેઠળ બનેલા કેટલાક નિયમો વિશે.

ધ્વજવંદન માટેના નિયમો

  • ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ.
  • અશોક ચક્રમાં 24 સ્પોક્સ હોવા જોઈએ.
  • ધ્વજારોહણ કરતી વખતે વક્તાએ સામે જોવું જોઈએ અને ધ્વજ જમણી બાજુએ હોવો જોઈએ.
  • ધ્વજનો આકાર લંબચોરસ હોવો જોઈએ.
  • તિરંગો જમીનને ન અડવો જોઈએ.
  • તિરંગાની સાથે અન્ય કોઈ પણ ધ્વજ ન ફરકાવવો જોઈએ.
  • કોઈ પણ અન્ય ધ્વજનું સ્થાન તિરંગાની નીચે હોવું જોઈએ.
  • ધ્વજ ફરકાવવાનું સ્થળ એવું હોવું જોઈએ કે દરેક વ્યક્તિ તિરંગાને જોઈ શકે.
  • જો કોઈ કારણોસરથી તિરંગો કપાઈ જાય અથવા ફાટી જાય તો તેને અલગથી નષ્ટ કરવો જોઈએ.

આ પણ વાંચો - Har Ghar Tiranga Photo: હર ઘર તિરંગા 2024 અભિયાન શરૂ, આ રીતે ડાઉનલોડ કરી શકો છો સર્ટિફિકેટ; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

તિરંગાનો રંગ તેની ઓળખ છે
તિરંગાનો રંગ તેની ઓળખ છે. ધ્વજમાં સૌથી ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને નીચે લીલો રંગ હોવો જરૂરી છે. તિરંગામાં થોડો ફેરફાર પણ અપમાન તરીકે જોવામાં આવે છે.

તિરંગાનું અપમાન કરવા બદલ આટલી મળે છે સજા
જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજનું અપમાન અને સળગાવતો જોવા મળે તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સાથે જ દંડ પણ ભરવો પડી શકે છે.

Photo Credit: Freepik, Jagran