PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસને અનુલક્ષીને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું વડાપ્રધાનના નિકોલ ખાતેના જાહેરસભા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 25મી ઓગસ્ટ, 2025ના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી આ ટ્રાફિક પ્રતિબંધો અમલમાં રહેશે.
આ જાહેરનામા મુજબ, કેટલાક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પ્રતિબંધિત રહેશે.
- નરોડાથી નિકોલ તરફ જઈ રહેલા વાહનચાલકો માટે નરોડા પાટિયાથી અમદાવાદ-દહેગામ રોડ
- અમદાવાદ-મહેસાણા હાઈવે અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે થઈને રિંગ રોડ સર્કલથી એસ.પી. રિંગ રોડની ડાબી બાજુએ થઈને નિકોલ તરફનો માર્ગ બંધ રાખવામાં આવશે.
- રિંગ રોડ સર્કલથી નિકોલ તરફ તેમજ મેમકો ચાર રસ્તાથી નિકોલ તરફ આવવા માટે પણ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા છે.
આ પણ વાંચો
- નરોડા પાટિયાથી આવતા વાહનચાલકો CTM ચાર રસ્તા, હાટકેશ્વર થઈને નરોલ તરફ જઈ શકે છે.
- રિંગ રોડ સર્કલથી આવતા વાહનો કઠવાડા સર્કલ અને નવો રિંગ રોડ થઈને નરોલ તરફનો રસ્તો ઉપયોગમાં લઈ શકશે.
- મેમકો ચાર રસ્તાથી આવતા વાહનચાલકો બાપુનગર, કાગડાપીઠ થઈને નરોલ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે.