Cyclone Dana Live Updates: ઓડિશાના દરિયાકાંઠે વાવાઝોડા 'દાના' ની અસર શરૂ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો, દરિયામાં મોજા ઉછળ્યા

15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું દાના ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 24 ઓક્ટોબરની રાત્રે દાના વાવાઝોડાની લેન્ડ ફોલની પ્રક્રિયા શરુ થશે. જાણો અત્યારે ક્યાં પહોંચ્યું...

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 24 Oct 2024 11:51 AM (IST)Updated: Thu 24 Oct 2024 03:40 PM (IST)
cyclone-dana-live-tracking-map-satellite-images-forecasts-landfall-likely-in-odisha-tonight-latest-updates-418121

Cyclone Dana Live Tracker, Updates and Forecast: આજે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે બંને રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે. જાણો હાલ શું છે સ્થિતિ

ક્યાં ત્રાટકશે વાવાઝોડું દાના

હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં મધ્ય અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં બની રહેલું વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે જ્યારે વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારે ત્રાટકશે ત્યારે તેની ગતિ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

વાવાઝોડા દાનાના આગમન પહેલા પશ્ચિમ બંગાળના હાવડામાં ગંગા નદી પર કાળા વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર વીજળી ઠપ્પ થઈ ગઈ છે. વાવાઝોડું પારાદીપથી 260 કિમી દક્ષિણ-પૂર્વ અને સાગર દ્વીપથી 350 કિમી દૂર છે.

હવામાન વિભાગના IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે 24 ઓક્ટોબરની રાત્રે વાવાઝોડાની લેન્ડ ફોલની પ્રક્રિયા શરુ થશે. જે 25 ઓક્ટોબરની વહેલી સવાર સુધી ચાલશે. આ દરમિયાન 20 કિલોમીટરની ઝડપે પવનો ફુંકાશે. છેલ્લા 6 કલાકથી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું દાના ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

ઓડિશામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી

ઓડિશામાં વાવાઝોડાને પગલે પ્રભાવિત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો કે જેઓ તેમનું ઘર છોડવા માંગતા ન હતા તેમને પોલીસ દ્વારા સમજાવટથી સલામત જગ્યાએ લઈ જવામાં આવ્યા. એનડીઆરએફની ત્રણ અને ઓડીઆફએફની બે અને ફાયર બ્રિગેડની ચાર ટીમ તૈનાત કરાઈ છે.

અનેક ટ્રેનો કેન્સલ, વિમાની સેવા બંઘ

વાવાઝોડાની ગંભીરતાને જોતા રેલવે વિભાગ દ્વારા 150 થી વધારે એક્સપ્રેસ ટ્રેનો અને પેસેન્જર ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. સાથે જ કોલકાતા એરપોર્ટ આજે સાંજે 6 વાગ્યાથી લઈને વહેલી સવારના 9 વાગ્યા સુધી વિમાની સેવા પણ બંધ કરી દેવામાં આવશે.