Gandhi Jayanti 2024: 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ, જાણો ઇતિહાસ, મહત્વ અને રસપ્રદ તથ્યો

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2024માં તેમની 155મી જન્મજયંતિ હશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 28 Sep 2024 10:44 AM (IST)Updated: Sat 28 Sep 2024 11:14 AM (IST)
mahatma-gandhi-jayanti-anniversary-2024-history-theme-significance-and-interesting-facts-in-gujarati-403888

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ (Gandhi Jayanti 2024) ની ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024માં તેમની 155મી જન્મજયંતિ છે. બ્રિટિશરો સામે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રમુખ ચહેરાઓમાંના એક મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. મહાત્મા ગાંધીની દાંડી કૂચ અને ભારત છોડો ચળવળ જેવી તેમના આંદોલનો ભારતની આઝાદીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરના રોજ થયો હોવાથી દર વર્ષે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મોહનદાસ કરમચંદ ગાંધી (Mohandas Karamchand Gandhi) ના જીવન અને યોગદાનને સન્માનિત કરે છે, જેમને ભારતમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે.

ગાંધીજીના સિદ્ધાંતોને માન્યતા આપતા, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2007માં 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો, તેમના વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો.

ભારતમાં ગાંધી જયંતિ રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં પ્રાર્થના સભાઓ, શ્રદ્ધાંજલિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ઘણા અગ્રણી રાજકારણીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીના રાજઘાટની મુલાકાત લે છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

  • મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું.
  • મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો.
  • ગાંધીજીનું અવસાન દેશને આઝાદી મળ્યા બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ થયું હતું.
  • મહાત્મા ગાંધીએ 1930માં દાંડી કૂચ અને 1942માં ભારત છોડો આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
  • નોબેલ પુરસ્કાર વિજેતા કવિ રવીન્દ્રનાથ ટાગોરે તેમને મહાત્માનું બિરુદ આપ્યું હતું, જેના પછી તેઓ મહાત્મા તરીકે ઓળખાવા લાગ્યા.
  • 4 જૂન 1944ના રોજ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી તેમના એક સંદેશમાં મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા' કહીને સંબોધિત કર્યા, જેના પછી દેશભરમાં તેમને આ નામથી સંબોધવા લાગ્યા.