Fastest Way To Clean Dirty Iron Tawa: રસોડામાં રાખવામાં આવેલો તવો (તાવડી) એક એવું વાસણ છે જેનો ઉપયોગ દરરોજ રોટલી કે પરોઠા બનાવવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ કરી લીધા પછી તેની સફાઈ પણ આપણે દરરોજ કરીએ છીએ.
પરંતુ દરરોજ સફાઈ કર્યા પછી પણ તેના પર એક કાળું પડ બનવા લાગે છે જેને બાદમાં હટાવવું અશક્ય લાગે છે. ઘણા લોકો તેને દૂર કરવા માટે સ્ટીલના સ્કોચ અથવા ઈંટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ તે વાસણોની સાથે એવી રીતે ચોંટી જાય છે કે જાણે તે વાસણનો જ એક ભાગ હોય. પરંતુ જો તમે તેને સરળતાથી સાફ કરવા માંગો છો તો અમે અહીં કેટલીક અસરકારક ટ્રિક શેર કરી રહ્યા છીએ. આ ટ્રિક જો તમે શીખી જાવ તો તમારા કોઈપણ વાસણ કાળા નહીં રહે. ચાલો જાણીએ આ રીતો.
મીઠું અને લીંબુ
સૌથી પહેલા તવાને ગરમ કરો અને પછી તેના પર મીઠું છાંટો. તે પછી થોડી માત્રામાં લીંબુનો રસ ઉમેરો અને એક સ્ક્રબરની મદદથી તવાને ઘસો. આ રીત તવાના કાળા ડાઘને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચો
લીંબુ અને બેકિંગ સોડા
તવા પર લીંબુનો રસ નીચવો અને તેના પર બેકિંગ સોડા છાંટો. આ મિશ્રણને થોડીવાર માટે રહેવા દો અને પછી તેને સ્ક્રબરની મદદથી ઘસો. તે તવાની ગંદકી અને કાળાશને અસરકારક રીતે દૂર કરે છે.
વિનેગર અને પાણી
એક કપ વિનેગરને એક કપ પાણીની સાથે મિક્સ કરીને તવા પર રેડો અને તેને થોડીવાર માટે ઉકાળો. તેનાથી તવાની સપાટી પર જામેલી ચીકાશ અને કાળાશ ઘટી જશે, જેને તમે સરળતાથી સાફ કરી શકો છો.
ટામેટાનો રસ
તવા પર ટામેટાંનો રસ લગાવીને થોડીવાર માટે રહેવા દો. ટામેટાંનું એસિડિક તત્વ તવાના કાળા ડાઘને ઘટાડે છે, જેને તમે પછી સ્ક્રબરથી સ્ક્રબ ઘસીને સાફ કરી શકો છો.
વિનેગર અને બેકિંગ સોડા
તવા પર વિનેગર નાખીને થોડીવાર માટે રહેવા દો, પછી બેકિંગ સોડા છાંટો. આ મિશ્રણને ઘસીને તવામાંથી ગંદકી સાફ કરો. આ એક અસરકારક ઘરેલૂ ઉપાય છે જે તવાની કાળાશને દૂર કરવામાં મદદ કરે છે.