Kali Chaudas Wishes in Gujarati: હિંદુ કેલેન્ડર મુજબ, કાર્તિક માસની ચતુર્દશી તિથિ પર કાળી ચૌદસ (Kali Chaudas 2024) નો તહેવાર ઉજવવામાં આવે છે. જેને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદસ 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે.
આ દિવસે દસ મહાવિદ્યાઓમાંથી એક મા કાલીનું પૂજન કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી, ભક્તોને દુષ્ટ શક્તિઓ સામે લડવાની શક્તિ મળે છે અને મા કાલી તેમના ભક્તોની દુષ્ટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી, ભૂત ચતુર્દશી અને રૂપ ચૌદસ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.
કાળી ચૌદસના દિવસે લોકો મા કાલીનું પૂજન કરવા ઉપરાંત એકબીજાને શુભકામના મેસેજ પણ શેર કરતા હોય છે. તમે પણ તમારા પ્રિયજનોને આ મેસેજ દ્વારા કાળી ચૌદસની પ્રેમાળ શુભેચ્છા પાઠવી શકો છો.
આ પણ વાંચો - Diwali Wishes in Gujarati: પ્રિયજનોને પ્રેમથી આપો દિવાળીની શુભકામનાઓ, આ શુભેચ્છાઓ અને મેસેજ શેર કરો
કાળી ચૌદસની શુભેચ્છાઓ - Kali Chaudas Wishes in Gujarati
મા કાલીના ચરણોમાં માથું નમાવીએ છીએ,
માને પ્રાર્થના કરીએ છીએ,
કાળી ચૌદસ 2024ની શુભકામનાઓ
દરેક ખુશી, તમારી પાસે માંગે ખુશી,
દરેક જીવન તમારી પાસેમાંગે જીવન,
એટલો પ્રકાશ આવે તમારા જીવનમાં,
કે દીવો પણ પ્રકાશ માંગે તમારી પાસેથી.
કાળી ચૌદસની શુભકામનાઓ
સત્ય પર વિજય મેળવીને,
કાળી ચૌદસ ઉજવો,
મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને,
દરેક મનોકામના પૂર્ણ થતી જોવો.
કાળી ચૌદસની શુભેચ્છાઓ
દીવાઓનો પ્રકાશ,
ચમકતી દુનિયા,
કાળી ચૌદસ પર તમને
મળે ખુશીઓ અપાર…
કાળી ચૌદસ 2024ની શુભેચ્છાઓ
દરેક ક્ષણે સોનેરી ફૂલો ખીલે, ક્યારેય ન થાય કાંટાનો સામનો,
જીવન તમારું ખુશીઓથી ભરેલું રહે,
કાળી ચૌદસ 2024 પર આ અમારી શુભેચ્છાઓ…!
દીવાના પ્રકાશથી બધો અંધકાર દૂર થઈ જાય…
પ્રાર્થના છે કે જે પણ ઈચ્છો તે ખુશી પ્રાપ્ત થઈ જાય
કાળી ચૌદસ 2024ની હાર્દિક શુભકામનાઓ
દુષ્ટતા પર સારાનો વિજય થાય,
સર્વત્ર તમારો વિજય થાય,
કાળી ચૌદસ ધામધૂમથી ઉજવો,
આવો મહાકાળીના ગુણગાન ગાઈએ.
કાળી ચૌદસની શુભકામના
મા આદિ શક્તિ મહાકાલી તમારા
જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
આવી માતાજીને વંદન
કાળી ચૌદસ 2024ની શુભકામનાઓ
પૂજાની થાળી ભરેલી છે, ચારે બાજુ ખુશી છે,
ચાલો સાથે મળીને ઉજવીએ આ દિવસ, આજે છોટી દિવાળી છે!
તમને અને તમારા પરિવારને
કાળી ચૌદશ 2024ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
મા આદિશક્તિ મહાકાળી,
તમારા જીવનમાં સુખ-શાંતિ,
અને સમૃદ્ધિ પ્રદાન કરે,
તમારા પર તેમના આશીર્વાદ બન્યા રહે.
કાળી ચૌદસની શુભકામના