Gujarati Masala Khichdi Recipe: મસાલા ખીચડી એ એક પરંપરાગત ભારતીય વાનગી છે, જે ચોખા, દાળ અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે. અહીં ગુજરાતી જાગરણ ગુજરાતી સ્ટાઈલમાં બનાવો વઘારેલી મસાલા ખીચડી કે વઘારેલી ખીચડી કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવશે. સાંજે જમવામાં મસાલા ખીચડી અને છાસ ખાવાની મજા જ અલગ છે.
મસાલા ખીચડી બનાવવાની સામગ્રી:
- 1 કપ ચોખા
- 1 કપ મગની દાળ
- 2 કપ પાણી
- 1 મધ્યમ કદની ડુંગળી
- 1 બટાકું
- 2 મધ્યમ કદના ટામેટાં
- 1 લીલું મરચું
- 1 ચમચી હળદર
- 1 ચમચી ધાણા પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- 2 ચમચી તેલ
- 2 ચમચી લીલા ધાણા
મસાલા ખીચડી બનાવવાની રીત
- ચોખા અને મગની દાળને ધોઈને પલાળી દો.
- એક મોટી પેનમાં કે કૂકરમાં તેલ ગરમ કરો.
- પછી તેમા બારિક સમારેલી ડુંગળી, ટામેટા અને લીલા મરચા ઉમેરી થોડીવાર સાતળો.
- તમે શાકભાજીમાં બારિક સમારેલું ગાજર, લીલા વટાણા કે લીલી તુવેર ઉમેરી શકો છો.
- હવે તેમા હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. તમે અહીં લવિંગ પણ ઉમેરી શકો છો.
- પછી ચોખા અને મગની દાળ ઉમેરો, મિક્સ કરો.
- પાણી ઉમેરો અને 10-15 મિનિટ માટે પાકવા દો.
- લીલા ધાણા ઉમેરો, ગરમાગરમ સર્વ કરો.