Laughter Therapy: હાર્ટને હેલ્ધી રાખવા માટે દવાઓ છોડો, બસ દિલ ખોલીને હસો, જાણો લાફ્ટર થેરેપીના ચમત્કારિક ફાયદા

લાફ્ટર થેરેપીની શરૂઆત હસવાની સાથે કરવામાં આવે છે. જે બાદ મોટે-મોટેથી હસવાનું કહેવામાં આવે છે. આ પ્રક્રિયા એકલામાં નહીં, પરંતુ આખા ગ્રુપની સાથે મળીને કરવામાં આવે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 14 Nov 2024 11:35 PM (IST)Updated: Thu 14 Nov 2024 11:40 PM (IST)
what-is-laughter-therapy-and-its-health-benefits-428683
HIGHLIGHTS
  • લાફ્ટર થેરેપીને યોગ પણ કહે છે

Laughter Therapy: આજના સમયમાં લોકોના ચહેરા પરથી સ્મિત જાણે ગાયબ જ થઈ ગયું છે, જેના કારણે તે જુદી-જુદી બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અંગ્રેજીમાં એક ઉક્તિ પ્રચલિત છે 'Laughter is the Best Medicine' અર્થાત હાસ્ય એ ઉત્તમ દવાનું કામ કરે છે. જો કે અત્યારે વ્યસ્ત જીવનશૈલીમાં લોકોએ ચહેરા પરથી હાસ્ય ગુમ થઈ ગયું છે. એવામાં જો તમે વ્યસ્ત લાઈફસ્ટાઈલ વચ્ચે હેલ્ધી અને ફિટ રહેવા માંગતા હોવ, તો તમારે દરરોજ સવારે ઉઠીને હસવાનું શરૂ કરી દેવું જોઈએ. જેના માટે તમે લાફ્ટર થેરેપીની મદદ લઈ શકો છો.

લાફ્ટર થેરેપીએ કુદરતી રીત છે, જે આપણાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. હાસ્ય આપણાં સ્વાસ્થ્ય પર પોઝિટિવ અસર પણ કરે છે. લાફ્ટર થેરેપીને યોગ પણ કહે છે, કારણ કે તેમાં પ્રાણાયામ અને સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ પણ આવી જાય છે. આથી જ હેલ્થ એક્સપર્ટ તેને દિનચર્યાનો ભાગ બનાવવાની સલાહ આપતા રહે છે.

લાફ્ટર થેરેપીની શરૂઆત હસવાની સાથે કરવામાં આવે છે. જે બાદ મોટે-મોટેથી હસવાનું કહેવામાં આવે છે. આ પ્રક્રિયા એકલામાં નહીં, પરંતુ આખા ગ્રુપની સાથે મળીને કરવામાં આવે છે.

  • આમ મોટે-મોટેથી હસવાના કારણે માંસપેશીઓ ખેંચાય છે. જેનાથી ચહેરા પર ચમક આવે છે. આ ઉપરાંત તેનાથી તણાવ પણ દૂર થાય છે.
  • લાફ્ટર થેરાપી કરવાથી શરીરની ઈમ્યૂનિટી મજબૂત બને છે. આ સાથે જ તણાવ પણ દૂર થાય છે. વધારે સ્ટ્રેસ લેવાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી પડવા લાગે છે. જેના કારણે બીમારીઓનો ખતરો વધી જાય છે.
  • વધારે મોટેથી હસવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જ્યારે તમે જોર-જોરથી હસો છો, ત્યારે હાર્ટની સાથે-સાથે સમગ્ર શરીરને પુરતા પ્રમાણમાં ઑક્સિજન મળે છે. જે તમને હેલ્ધી રાખે છે.
  • નિયમિત લાફ્ટર થેરાપી કરવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ આ થેરાપી ડિપ્રેશન દૂર કરવામાં પણ મદદ કરે છે.
  • લાફ્ટર થેરાપી હાર્ટ માટે પણ ફાયદેમંદ છે. વધારે જોરથી અને ઝડપથી હસવાથી શરીરમાં ગુડ હોર્મોન રિલીઝ થાય છે. જે તણાવ દૂર કરીને હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે.
  • લાફ્ટર થેરેપી શરીરમાં નેચરલ પેઈન કિલર તરીકે કામ કરે છે. હસવાથી એન્ડોર્ફિનનું લેવલ વધે છે, જે શરીરમાં દુખાવાને દૂર કરવામાં મદદરૂપ રહે છે.