શિયાળામાં બાળકોમાં વધી જાય છે ન્યુમોનિયાનું જોખમ, જાણો લક્ષણો અને ઘરગથ્થુ ઉપાય

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Tue 07 Feb 2023 02:40 PM (IST)Updated: Tue 07 Feb 2023 02:40 PM (IST)
pneumonia-causes-symptoms-diagnosis-and-treatment-88642

શિયાળામાં બાળકો અને પુખ્ત વયના તમામને શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યાઓ થાય છે. હાલમાં તાપમાનમાં વધ ઘટ થઈ રહી છે. શિયાળામાં ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફને કારણે ફેફસામાં હવા પ્રવેશે છે અને બાળકોમાં ન્યુમોનિયાનું જોખમ વધી જાય છે. ન્યુમોનિયા એ શ્વાસની ગંભીર સમસ્યા છે. આ રોગ બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે. અન્ય ઋતુઓ કરતા શિયાળાની ઋતુમાં તેની અસર વધુ જોવા મળે છે. ન્યુમોનિયા એક ચેપી રોગ છે. જેનો ઈલાજ ઘરગથ્થુ ઉપચારથી નથી થઈ શકતો. પરંતુ ઈન્ફેક્શનથી બચવા માટે તમે ઘરેલું ઉપાયોથી તમે તમારા બાળકોને ન્યુમોનિયા અને અન્ય રોગોથી બચાવ કરી શકો છો.

ન્યુમોનિયા કેમ થાય છે?
ન્યુમોનિયા એક ફેફસાનો ચેપ હોય છે, જે વાયુમાર્ગને અવરોધ કરે છે. આ રોગમાં ફેફસામાં હાજર કોથળીઓમાં પ્રવાહી ભરાવાને કારણે સોજો આવી જાય છે. આમાં વ્યક્તિને ઉધરસ, કફ અને તાવની સમસ્યા થવા લાગે છે. આ રોગ નબળી રોગપ્રતિકારકશક્તિ ધરાવતા લોકોને થાય છે.

બાળકોને ન્યુમોનિયા થવા પર કયાં લક્ષણો જોવા મળે છે?

ન્યુમોનિયાના મોટાભાગના લક્ષણો ફલૂ જેવા જ હોય ​​છે. તેના લક્ષણોને આગળ જણાવવામાં આવ્યા છે.

  • ઉધરસ આવવી
  • તાવ આવવો
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • ખાંસતી વખતે છાતી અથવા ગળામાં દુખાવો થવો

આ ઘરેલું ઉપાયો અપનાવવો

હળદરનું સેવન કરો
હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. હળદર બાળકોને શિયાળામાં વાયરસથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે. જો બાળક મોટું હોય તો તમે ઋતુ બદલાતા જ બાળકને હળદરવાળું દૂધ આપવાનું શરૂ કરો. પરંતુ જો બાળક નાનું હોય તો હળદરને પાણીમાં ગરમ ​​કરીને બાળકની છાતી પર મસાજ કરતી વખતે લગાવો. તેનાથી બાળકને ચેપી રોગોમાં રાહત મળે છે.

લવિંગવાળું પાણી છે ફાયદાકારક
જો બાળક 10 વર્ષથી મોટું છે તો તમે તેને લવિંગનું પાણી આપી શકો છો. પાણીમાં 2થી 3 લવિંગ અને કાળા મરી નાખીને ઉકાળી લો. આ પછી તેને થોડું હૂંફાળું કરો અને બાળકને અડધો કપ પીવા માટે આપો. આ ઉપરાંત લવિંગના તેલથી બાળકની છાતી પર માલિશ કરવાથી પણ તેમને રાહત મળે છે અને તેઓ ન્યુમોનિયાથી સુરક્ષિત રહે છે.

તુલસીનો ઉકાળો
તુલસીમાં એક ઔષધીય ગુણ હાજર હોય છે. ન્યુમોનિયાથી બાળકને સુરક્ષિત રાખવા માટે તમે તુલસીના પાનના રસ સાથે કાળા મરીને મિક્સ કરીને બાળકને આપી શકો છો. તેનાથી એન્ટીઇન્લેમેટ્રી ગુણ બાળકને વાયરલ રોગોથી બચાવે છે.

જો બાળકને ન્યુમોનિયા થયો હોય તો ડૉક્ટરને મળીને તેની યોગ્ય સારવાર કરાવો. આ સાથે જ તમે ડૉક્ટરની સલાહ લીધા પછી ઘરેલું ઉપાયો પણ અપનાવી શકો છો.