Healthy Habits: ચાલીસી વટાવ્યા બાદ રહેવું છે એકદમ ફિટ અને હેલ્ધી? તો આજથી જ અપનાવો આ સારી આદતો

આખા દિવસ દરમિયાન 3 થી 4 લીટર પાણી પીવાથી શરીરમાંથી ગંદગી બહાર નીકળી જાય છે. પાણીના મોનિટરિંગ માટે તમારી એક અલગ બોટલ રાખો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 15 Nov 2024 06:36 PM (IST)Updated: Fri 15 Nov 2024 06:37 PM (IST)
healthy-habits-to-stay-fit-after-40-year-old-429068
HIGHLIGHTS
  • અત્યારે વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે લોકો 25 વર્ષની વયે પણ ઘરડા દેખાવા માંડે છે

Healthy Habits: આજે દરેક જણ ઈચ્છે છે કે, પોતે કાયમ ફિટ અને હેલ્ધી રહે. આ માટે લોકો અલગ-અલગ ઉપાયો અજમાવતા રહે છે, પરંતુ આજના સમયમાં બદલતી જતી લાઈફસ્ટાઈલના કારણે લોકો 25 વર્ષની વયે પણ ઘરડા દેખાવા માંડે છે. ચહેરા પરની કરચલીઓ છૂપાવવા માટે લોકો મોંઘીદાટ કૉસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે. જેની આડઅસરથી ઘણી વખત સ્કિન ડેમેજ થઈ જાય છે. આ સિવાય ઘણાં લોકોમાં નબળાઈ પણ જોવા મળે છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો આ લેખ તમને ઉપયોગી થઈ શકે છે.

આજના લેખમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જે તમને ચાલીસી વટાવ્યા બાદ એટલે કે તમારી ઉંમર 40 થઈ જાય તે પછી પણ તમને ફિટ અને હેલ્ધી રાખશે. આ માટે તમારે કોઈ ઝાઝો ખર્ચો કરવાની પણ જરૂર નહી પડે. તો ચાલો જાણીએ…

જંક ફૂડની જગ્યાએ હેલ્ધી ડાયટ
જંક ફૂડના સેવનથી તમે અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બની શકો છે. આ સાથે જ વધારે પડતું ગળ્યું ખાવાનું પણ ટાળવું જોઈએ. સ્મોકિંગ અને ડ્રિન્કિંગથી પણ દૂર રહેવું જોઈએ. તમે સંતુલિત આહાર લો, જેમાં ફળ, લીલા શાકભાજી, કઠોળ વગેરેને તમારી ડેઈલી ડાયટમાં સામેલ કરી શકો છો.

દરરોજ 4 લીટર પાણી પીવો
આપણા શરીરમાં રહેલી ગંદકીને સાફ કરવાનો સૌથી સરળ ઉપાય એટલે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવો. જેના માટે તમે તમારી એક અલગ બૉટલ રાખો અને દિવસભર મોનિટર કરતા-કરતા પાણી પીવો. આમ કરવાથી પણ તમે બીમારીઓને દૂર રાખી શકો છો.

એક્સરસાઈઝ અને ગાઢ ઊંઘ
40 વર્ષ પછી પણ સ્વસ્થ રહેવા માંગતા હોવ, તો દરરોજ ઓછામાં ઓછા એક કલાક એક્સરસાઈઝ અચૂક કરો. જેનાથી તમારી બૉડી ફિટ રહેશે. આ ઉપરાંત દરરોજ 8 કલાકની ગાઢ ઊંઘ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આથી

તણાવને ત્યાગો
માનસિક તણાવના કારણે પણ આપણને અનેક બીમારીઓ થઈ શકે છે. જેની સીધી અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તણાવને દૂર કરવા માટે ધ્યાન, યોગ અને પોતાના શોખ પૂરા કરતો તેમજ સ્વજનો સાથે સમય વીતાવો.

આમ ઉપર જણાવેલી આદતો અપનાવીને તમે 40 વર્ષ બાદ પણ ફિટ અને હેલ્ધી રહી શકો છે. જો ઉપર જણાવલી આદતો અપનાવવા દરમિયાન તમને કોઈ તકલીફ થાય, તો તમારા તબીબની સલાહ અચૂક લેજો.