Ridge Gourd Side Effects: આ 4 લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ તુરીયા, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

હેલ્થ એક્સપર્ટ હેલ્ધી લાઈફ માટે હંમેશા લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે, તુરીયા પણ તેમાંથી એક છે. જો કે કેટલાક લોકોએ તુરીયા ખાવાનું ટાળવું જોઈએ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 08 Nov 2024 10:54 PM (IST)Updated: Fri 08 Nov 2024 10:54 PM (IST)
health-tips-ridge-gourd-side-effects-who-should-not-eat-it-425589
HIGHLIGHTS
  • કેટલીક કંડિશનમાં તુરીયાને ડાયટમાં સામેલ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લો

Ridge Gourd Side Effects: પોષક તત્વોથી ભરપુર તુરિયાનું વાનસ્પતિક નામ લુફા એકટેંગુલા છે. જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં તેને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તુરીયા તરીકે ઓળખાતુ આ શાક તેમાં રહેલા પોષક તત્વોના કારણે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માવામાં આવે છે. જો કે કેટલાક સંજોગોમાં તુરીયાનું શાક ખાવાથી સમસ્યા થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ હેલ્ધી લાઈફ માટે હંમેશા લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે, તુરીયા પણ તેમાંથી એક છે. જો કે કેટલાક લોકોએ તુરીયા ખાવાનું ટાળવું જોઈએ. તા ચાલો આજના લેખમાં જાણીએ કોને તુરીયા ખાવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

એલર્જી: કેટલાક લોકોને તુરીયા અથવા તેના જેવા છોડની એલર્જી હોઈ શકે છે. આથી આવા લોકો જો તુરીયાને પોતાની ડાયટમાં સામેલ કરે, તો તેમને શરીર પર ખણ આવવી, લાલ ચકામા થવા, શરીર પર સોજા આવવા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થઈ શકે છે. જો કોઈને તુરીયા ખાધા પછી આવા લક્ષણો જણાય તો તેમણે આ શાકને ખાવાનું ટાળવું જ જોઈએ.

પેટ સબંધિત સમસ્યા: તુરીયાના શાકમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે, જે પાચન તંત્ર માટે સારું માનવામાં આવે છે. જો કે કેટલાક લોકોને વધારે પડતાં ફાઈબરના કારણે પેટમાં ગેસ, અપચો અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. આથી જે લોકોનું પાચન તંત્ર સેન્સેટીવ હોય, તેમણે તુરીયાનું સેવન લિમિટમાં અથવા તો ના કરવું જોઈએ.

પ્રેગ્નેન્ટ મહિલા: તુરીયા પોષક તત્વોથી ભરપુર હોવા છતાં પ્રેગ્નેન્ટ મહિલાઓએ તેને વધારે પડતાં ખાવાનું ટાળવું જોઈએ. ઘણી વખત તુરીયા કડવા હોય છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે હાનિકારક નીવડી શકે છે. આજ કારણોસર તબીબો પ્રેગ્નેન્ટ મહિલાઓને તુરીયાથી દૂર રહેવાનું જણાવે છે.

કિડનીના દર્દી: તુરીયામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. આથી કિડનીના દર્દીઓને પોટેશિયમનું વધારે પ્રમાણ નુકસાન પહોંચાડી શકે છે. આવા લોકોની કિડની પોટેશિયમને યોગ્ય રીતે ફિલ્ટર નથી કરી શકતી. આથી કિડનીના દર્દીઓએ તુરીયાનું સેવન કરતાં પહેલા તબીબની સલાહ લેવી આવશ્યક છે.

તુરીયામાં મળી આવતા પોષક તત્વો અને તેના ફાયદા (Ridge Gourd Benefits)

  • વિટામિન A આંખોની રોશની વધારે છે
  • વિટામિન-Cથી ઈમ્યુનિટી મજબૂત બને છે
  • ફાઈબરથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને કૉલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે
  • એન્ટી ઑક્સિડન્ટ્સથી શરીરને ફ્રી રેડિકલ્સના નુક્સાનથી બચાવી શકાય છે
  • આ સિવાય તુરીયામાં મળી આવતા મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન B6 જેવા પોષક તત્વોની મદદથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે. જો કે કેટલીક કંડિશનમાં સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે. આથી જો તમને પણ ઉપર જણાવેલા કોઈ લક્ષણો જણાય તો તુરીયાને ખાતા પહેલા તબીબની સલાહ લેવી જરૂરી છે.