Health Tips In Gujarati | Tawa Type: આપણામાંથી મોટાભાગના લોકોના ઘરમાં રોટલી બનાવવા માટે લોખંડની તવી અર્થાત લોઢીનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત લોખંડની તવી જલ્દી ગરમ થઈ જતી હોય છે, જેના કારણે તેના ઉપર શેકવા મૂકેલી રોટલી કે ભાખરી બળી જાય છે.
આમ તો લોખંડની તવી પર બનાવેલી રોટલી સારી જ હોય છે, પરંતુ તેનાથી વધારે ફાયદેમંદ નીવડશે માટીનો તવો અર્થાત કલાડુ. માટીના તવા પર રોટલી શેકવાના કારણે તેના પોષક તત્વો જળવાઈ રહી છે. આટલું જ નહીં, રોટલીમાં માટીની સુગંધ પણ ભળી જાય છે અને રોટલી બળતી પણ નથી.
માટીનો તવો વધારે ગરમ નથી હોતો. માટીના તવા પર બનેલી રોટલી ખાવાથી પેટમાં ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા નથી થતી. માટીના તવા પર બનાવેલી રોટલી ખાવાથી શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. આટલું જ નહીં, તેનાથી કેન્સરનો ખતરો પણ ટળે છે.
બીજી તરફ લોખંડની તવીમાં ઓછા તેલમાં ખોરાક રાંધી શકાય છે, પરંતુ તેનાથી જરૂરી પોષક તત્વો નાશ પામે છે. આથી રોટલી બનાવવા માટે તમારે નૉન સ્ટિક કે આયોનાઈઝ્ડ તવીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તવામાં રહેલ હાનિકારક કેમિકલ્સ શરીરમાં કેન્સર જેવી બીમારીઓનો ખતરો વધારે છે. આથી તમારે બને ત્યાં સુધી માટીથી બનેલ તવા અર્થાાત કલાડાનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે.