Constipation Remedy: આજકાલ બગડતી જતી વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકોને કબજિયાતની સમસ્યાથી પાડીઈ રહ્યા છે. જેનું મુખ્ય કારણ મળ શુષ્ક થઈને ટાઈટ થઈ જાય છે. જેના પરિણામે મળ ત્યાગ કરતી વખતે તીવ્ર દુખાવો થાય છે. પેટ વ્યવસ્થિત સાફ ના થયું હોવાનું લાગતા બેચેનીમાં જ આપણો આખો દિવસ બગડે છે.
જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ, તો યોગ ઈન્સ્ટ્રક્ટર મનિષા યાદવે જણાવેલો દેશી નુસખો તમારા કામમાં આવી શકે છે. અમે આપને પાણીમાં ઘી ઉમેરીને પીવાના ફાયદાઓ વિશે જણાવીએ છીએ. આ એક સરળ અને સચોટ ઉપાય છે, જે કબજિયાતમાં રાહત આપે છે અને મળત્યાગ સરળ બનાવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે, જો તમને દરરોજ સવારે ગરમ પાણી પીવા છતાં કબજિયાતમાં કોઈ ફરક ના જણાય, તો નવસેકા પાણીમાં એક ચમચી શુદ્ધ દેશી ઘી ઉમેરીને ઘૂંટડે-ઘુંટડે પીવું જોઈએ. જે સરળતાથી તમારા આંતરડા સાફ કરે છે અને પાચન તંત્ર પણ સુધારે છે. આ ઉપાય મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે.
સ્વાસ્થ્ય માટે અમૃત છે દેશી ઘી, કબજિયાતને કરશે દૂર
- આયુર્વેદમાં ઘીને અમૃત માનવામાં આવે છે અને તે શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે.
- ઘીમાં રહેલું બ્યુટીરિક એસિડ નેચરલ લેક્સેટિવ તરીકે કામ કરે છે. જે મળને નરમ બનાવે છે અને આંતરડાની દીવાલોને લુબ્રિકેટ કરે છે
- સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે ઘી પીવાથી તેની અસર વધે છે. જે પેટમાં જમા થયેલી ગંદકી દૂર કરે છે અને થોડા જ સમયમાં તમારું પેટ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે.
- માનસિક સ્વાસ્થ્ય માટે વરદાન: કબજિયાતની સાથે, ઘી તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જે શરીરમાં વાત્ત દોષને બેલેન્સ કરે છે. જે વધુ પડતું વિચારવું, બેચેની અને ચિંતાનું મુખ્ય કારણ છે.
- જ્યારે તમે દરરોજ ઘી મિશ્રિત પાણી પીઓ છો, ત્યારે તે તમારા મનને શાંત કરે છે, જેનાથી તમે તણાવમુક્ત અનુભવો છો.
- સ્કિન ગ્લોઈંગ થશે: ઘી તમને ફક્ત અંદરથી જ નહીં પણ બહારથી પણ સુંદર બનાવે છે. ઘીમાં રહેલા ફેટી એસિડ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને પોષણ આપે છે. જેના પરિણામે સ્કિન પર નેચરલી ગ્લો આવે છે.

ઘી વાળું પાણી કેવી રીતે પીવું?
સામગ્રી
- ગાયનું ઘી - 1 ચમચી
- હૂંફાળું પાણી -1 ગ્લાસ
રીત
- સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી ઘી ઉમેરીને ધીમે-ધીમે પીવો
- ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી દરરોજ આ ઉપાય અજમાવો.
- તમે જોશો કે થોડા દિવસોમાં, ફક્ત કબજિયાત જ દૂર નહીં થાય, પરંતુ તમારી સ્કિનમાં પણ શાનદાર ચમક જોવા મળશે.
- આ ઘરેલું ઉપાય તમારા શરીર અને મનને સ્વસ્થ રાખી શકે છે.