Banana Peel Benefits: કેળાએ ભારતમાં ગરીબથી માંડીને તવંગર વર્ગના લોકો માટે સસ્તુ અને બારેમાસ મળતું તેમજ બાળકથી માંડીને વડીલોને ભાવતું ફળ છે. પોષક તત્વોથી ભરપુર કેળા ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. આપણામાંથી મોટાભાગના લોકો કેળા ખાધા પછી તેની છાલને ફેંકી દેતા હોય છે. જો કે કેળાની સાથે-સાથે તેની છાલ પણ એટલી જ ગુણકારી છે. આજે અમે તમને કેળાની છાલના એવા કેટલાક અદ્દભૂત ફાયદા વિશે જણાવીશું, જે જાણ્યા બાદ તમે ક્યારેય કેળાની છાલને ફેંકવાની ભૂલ નહીં કરો.
કેળાની છાલ નકામી નહીં પરંતુ ખૂબ જ કામની હોય છે, જેમાં ફાઈબર, વિટામિન B6 અને વિટામિન B1 જેવા પોષકતત્વો મળી આવે છે. આથી જ કેળાની છાલને ક્યારેય ફેંકી ના જોઈએ. કેળાની છાલ શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ આપણને બચાવે છે.
પાચન તંત્ર સુધારે
ફાઈબરથી ભરપુર કેળાની છાલ પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ થાય છે. નિયમિત કેળાની છાલનું સેવન કરવાથી તમે પાચન સાથે સંકળાયેલી સમસ્યાથી છૂટકારો મેળવી શકો છે. જો તમે કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાથી પીડિત હોવ, તો તમારા માટે કેળાની છાલ ફાયદેમંદ નીવડી શકે છે.
દાંત ચમકાવે
જો તમે તમારા દાંતને સફેદ અને ચમકદાર બનાવવા માંગતા હોવ, તો તમારા માટે કેળાની છાલ બેસ્ટ ઑપ્શન સાબિત થઈ શકે છે. હકીકતમાં કેળાની છાલમાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો દાંતને ચમકાવવામાં મદદ કરે છે. આથી જો તમે અઠવાડિયા સુધી કેળાની છાલને દાંત પર ઘસશો, તો તેનાથી તમારા દાંત ચમકદાર અને સફેદ થઈ શકે છે.
સ્કિન માટે ફાયદેમંદ
જો તમે ખીલની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે એક અઠવાડિયા સુધી નિયમિત કેળાની છાલને તમારા ચહેરા પર ઘસવી જોઈએ. કેળાની છાલમાં મળી આવતું ફિનોલિક, એન્ટી માઈક્રોબિયલ ગુણોથી ભરપુર હોય છે. જે સ્કીનમાં સોજા ઘટાડવા તેમજ ખીલની સમસ્યાથી છૂટકારો અપાવે છે.
કરચલી દૂર કરે
એન્ટી ઑક્સિડેન્ટ અને વિટામિન C જેવા પોષક તત્વો સ્કિનની ઈલાસ્ટિસી વધારવામાં મદદ કરે છે. આથી કેળાની છાલનો ઉપયોગ કરવાથી ચહેરા પરની કરચલી ઓછી થઈ શકે છે.
દુ:ખાવામાં રાહત
એક સ્ટડી અનુસાર, કેળાની છાલમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ મળી આવે છે. જે કેરિટીનૉયડ અને પોલીફિનૉલથી ભરપુર હોય છે. આ ઉપરાંત તેમાં રહેલ એન્ટી ઑક્સિડન્ટ પેટન દુ:ખાવાને દૂર કરવામાં મદદ કરે છે.