Baba Ramdev Yoga Tips: દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે લોકો પોતાન શરીરને ઠંડું રાખવા માટે પંખા, કુલર અથવા એસીની મદદ લે છે. જોકે કેટલાક યોગ દ્વારા માનસિક શાંતિ મળે છે અને શરીર તરત જ કુદરતી ઠંડુ પડી જાય છે. આ લેખમાં અમે તમને બાબા રામદેવ દ્વારા સૂચવેલા કેટલાક યોગાસનો વિશે જણાવીશું, જેને કરવાથી તમે કુદરતી રીતે તમારા શરીરને ઠંડું રાખી શકશો.
શીતળી પ્રાણાયામ
શીતળી પ્રાણાયામ શરીરને તરત જ ઠંડક આપે છે. શીતલી પ્રાણાયામ કરવા માટે પહેલા સુખાસન અથવા પદ્માસનમાં આરામથી બેસો. હવે જીભને નળીની જેમ વાળો અને તેને મોંમાંથી બહાર કાઢો. હવે જીભની મદદથી ઊંડો શ્વાસ લો અને પછી નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. આવું 11 કે 21 વાર કરો.
શીતકારી પ્રાણાયામ
શીતકારી પ્રાણાયામ શરીરના તાપમાનને સંતુલિત કરે છે. શીતકારી પ્રાણાયામ કરવા માટેસુખાસનમાં બેસો અને તમારા દાંતને એકબીજા સાથે જોડો અને તમારા હોઠ ખોલો. હવે દાંત દ્વારા ધીમે ધીમે શ્વાસ લો પછી નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. આવું 11 વાર કરો.
ચંદ્રભેદી પ્રાણાયામ
ચંદ્રભેદી પ્રાણાયામ શરીરને ઠંડક આપે છે. ચંદ્રભેદી પ્રાણાયામ કરવા માટે સુખાસન, પદ્માસન અથવા વજ્રાસનમાં આરામથી બેસો. હવે તમારી આંખો બંધ કરો અને તમારા શરીરને ઢીલું છોડી દો. હવે તમારા જમણા હાથની આંગળીઓથી નાડી શોધન મુદ્રા બનાવો અને અનામિકા આંગળી અને નાની આંગળીથી જમણા નસકોરાને બંધ કરો અને ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ લો અને જમણા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. આવું 10 કે 11 વાર કરો.