Gujarati New Year 2023 Wishes: આજે ગુજરાતી નવા વર્ષના અવસરે મિત્રો અને પરિવારજનોને મોકલો શુભકામનાઓ

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 14 Nov 2023 09:24 AM (IST)Updated: Tue 14 Nov 2023 11:26 AM (IST)
happy-gujarati-new-year-2023-wishes-quotes-messages-hd-images-greetings-to-send-on-sal-mubarak-nutan-varshabhinandan-2023-232530

Happy Gujarati New Year 2023 Wishes, Quotes, Messages, HD Images, Greetings: આજે 14 નવેમ્બર મંગળવારના રોજ ગુજરાતી નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ છે. આજના દિવસે સમગ્ર દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ આનંદ અને ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરે છે. ખાસ કરીને ગુજરાતમાં તેની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી નવા વર્ષની શરૂઆત કારતક મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદાથી થાય છે. જ્યારે હિંદુ કેલેન્ડરમાં નવા વર્ષની શરૂઆત વિક્રમ સંવત વર્ષ ચૈત્ર મહિના દરમિયાન શુક્લ પક્ષ પ્રતિપદાથી થાય છે. આ દિવસે ગુડી પડવા અને ઉગાદીની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાતી નવા વર્ષને 'બેસતું વર્ષ' પણ કહેવામાં આવે છે. બેસતું વર્ષનો શાબ્દિક અર્થ 'નવું વર્ષ' થાય છે. આ દિવસે લોકો નવા વસ્ત્રો પહેરે છે. ઘરને શણગારે છે અને એકબીજાને શુભેચ્છાઓ આપે છે. ત્યારે તમે પણ દૂર રહેતા પોતાના મિત્રો અને પરિવારજનોને ઘરે બેઠા જ મેસેજ દ્વારા નવા વર્ષની શુભકામનાઓ મોકલી શકો છો.

આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન… નવા વર્ષની શુભકામનાઓ

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે.
નૂતન વર્ષાભિનંદન

નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, નૂતન વર્ષાભિનંદન

નવાવર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…
નવું વર્ષ તમારી માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના!

આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા

નવા વર્ષના આપ સૌને વંદન,
ડગલે ને પગલે આપને મળે ખુશી અને ચંદન,
પ્રભુ તણા સ્પર્શનું આપના જીવનમાં રહે સ્પંદન,
આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન

ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વર્ષ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા…નૂતન વર્ષાભિનંદન

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.
નૂતન વર્ષાભિનંદન

આજથી શરૂ થતું વિક્રમ સવંત 2080 નૂતન વર્ષ આપને તથા આપના પરિવારજનોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ પાસે પ્રાર્થના…નૂતન વર્ષાભિનંદન

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.