Baingan Bharta Recipe: ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ રીંગણનું ભરથું, જાણો સરળ રેસિપી

સામાન્ય રીતે, જ્યારે આપણે ઘરે રીંગણ ભરથું બનાવીએ છીએ, ત્યારે તે થોડું વિચિત્ર અને ચીકણું બને છે અને ખાવામાં એટલું સ્વાદિષ્ટ નથી હોતું. આવા જ રીંગણના ભરથાની વાત આજે આ રેસિપીમાં કરવી છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Mon 11 Dec 2023 04:43 PM (IST)Updated: Mon 11 Dec 2023 04:43 PM (IST)
how-to-make-gujarati-baingan-bharta-recipe-rigan-nu-bharthu-recipe-rigan-no-olo-247524

Gujarati Baingan Bharta Recipe: આજે આ રેસિપીમાં અમે તમને ઢાબા સ્ટાઈલમાં રીંગણનું ભરથું બનાવવાની રીત જણાવીશું., જેની મદદથી તમારું ભરથું પણ સ્વાદિષ્ટ બનશે.

ઢાબા પરથી બનતા દરેક સ્વાદ આપણને ટેસ્ટી લાગે છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે આવી ટેસ્ટ વસ્તુ ઘરે બનાવી શકાય તો મજા પડી જાય. સામાન્ય રીતે, જ્યારે આપણે ઘરે રીંગણ ભરથું બનાવીએ છીએ, ત્યારે તે થોડું વિચિત્ર અને ચીકણું બને છે અને ખાવામાં એટલું સ્વાદિષ્ટ નથી હોતું. આવા જ રીંગણના ભરથાની વાત આજે આ રેસિપીમાં કરવી છે. ઘરે ઢાબા સ્ટાઈલ કઈ રીતે રીંગણ ભરથું બનાવી શકાય આવો જાણીએ..

સામાન્ય રીતે, જ્યારે આપણે રીંગણ ભરથું બનાવીએ છીએ, ત્યારે તે થોડું વિચિત્ર અને ચીકણું બને છે અને ખાવામાં એટલું સ્વાદિષ્ટ નથી હોતું. તેથી, આજે આ આર્ટીકલમાં અમે તમને ઢાબા સ્ટાઈલમાં ટેસ્ટી ભરતા બનાવવાની ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારું ભર્તા પણ સ્વાદિષ્ટ બનશે.

  • ઢાબા જેવું ભરતું કેવી રીતે બનાવવું?
  • સામગ્રી
  • રીંગણ - 2
  • લસણ - 6 કળી
  • તેલ - 1 ચમચી
  • ઘી - 2 ચમચી
  • સૂકા લાલ મરચા- 2
  • જીરું - 1 ચમચી
  • આદુ- 2 ચમચી છીણેલું
  • લીલા મરચા - 2
  • ડુંગળી - 1 બારીક સમારેલી
  • ટામેટું - 1 બારીક સમારેલું
  • હળદર - અડઘી ચમચી
  • લાલ મરચું - 1 ચમચી
  • મીઠું - સ્વાદ મુજબ

રીંગણ ભરથું બનાવવાની રીત

સૌ પ્રથમ રીંગણની અંદર લસણની 3 કળીઓ નાખી બહારથી તેલ લગાવી તેને ગેસ પર શેકી લો.
જ્યારે રીંગણ સારી રીતે શેકાઈ જાય, ત્યારે તેને ગેસ પરથી ઉતારી, તેની છાલ કાઢીને ફેલાવો.
હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં સૂકું લાલ મરચું, જીરું, લીલું મરચું, લસણ અને આદુ નાખીને પકાવો.
જ્યારે તે સારી રીતે શેકાઈ જાય, ત્યારે તેમાં બારીક સમારેલી ડુંગળી અને ટામેટા ઉમેરીને બરાબર પકાવો.
મસાલો બફાઈ જાય એટલે તેમાં મીઠું અને મરચું મસાલો નાખીને બરાબર પકાવો.
હવે તેમાં રીંગણ ઉમેરો અને ભરથાને સારી રીતે પકાવો અને તેને મસાલા સાથે બરાબર મિક્સ કરવા દો.
બફાઈ જાય એટલે તેને ગરમાગરમ સર્વ કરો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.