Bombay Garlic Chutney Recipe: હવે ગુજરાતીઓને પણ બોમ્બે ગાર્લિક ચટણીનો ટેસ્ટ દાઢે વળગ્યો છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે બજારમાં મળતી બોમ્બે ગાર્લિક ચટણી (dry garlic chutney recipe) જેવો ટેસ્ટ ઘરે બનાવેલી ચટણીમાં નથી આવતો તો આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે બોમ્બે ગાર્લિક ચટણી (dry garlic powder) ઘરે કેવી રીતે બનાવવી. તેને ઢોસા, વડાપાવ કે જમવા સાથે ખાઈ શકાય છે. તો ચાલો બનાવીએ બોમ્બે ગાર્લિક ચટણી.

બોમ્બે ગાર્લિક ચટણીની જરૂરી સામગ્રી: (Bombay Garlic Chutney Recipe)
- સૂકું નારિયેળ – 150 ગ્રામ
- મગફળી – 50 ગ્રામ
- સૂકા લાલ મરચાં – 20
- લસણ – 150 ગ્રામ
- જીરું – 2 મોટો ચમચા
- સફેદ તલ – 4 મોટા ચમચા
- મીઠું – સ્વાદાનુસાર
- કાળી મરીનો પાવડર – 2 ચમચો
- આખા ધાણા 1 ચમચી,
- મેથી એક ચમચી,
- લાલ મરચુ પાડવર જરૂર મુજબ

બોમ્બે ગાર્લિક ચટણી બનાવવાની રીત : (Vada Pav Chutney | Lasun Chutney | Dry Garlic Chutney | Vada Pav Chutney Recipe Garlic chutney | red chutney recipe)
- 1). સૌ પ્રથમ, એક કડાઈમાં મગફળી, સૂકું નારિયેળ, સફેદ તલ અને જીરું નાખીને શેકી લો.
- 2). હવે તેમાં સૂકા લાલ મરચાં, ધાણા, મેથી, લસણ અને મીઠું ઉમેરીને થોડીવાર માટે ફરીથી શેકો.
- 3). ત્યારબાદ આ મિશ્રણને મિક્સી જારમાં કાઢી લો.
- 4). મિશ્રણમાં કાળી મરીનો પાવડર અને જરૂર લાગે તો મરચું ઉમેરો.
- 5). હવે તેને દરદરું પીસી લો. ધ્યાન રાખો કે તેમાં પાણી બિલકુલ ન ઉમેરવું.
- 6). તૈયાર છે તમારી બોમ્બે ગાર્લિક ચટણી. તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકાય છે.