Diwali Nibandh in Gujarati, દિવાળી નિબંધ: દિવાળી એ ભારતમાં ઉજવાતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતીય સમુદાયોમાં વિશેષ આનંદ અને ઉજવણી સાથે ઉજવવામાં આવે છે. દિવાળીને 'પ્રકાશનો તહેવાર' તરીકે પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ખાસ લક્ષ્મી મા અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરે છે.
દિવાળીનું મહત્વ
શ્રી રામને 14 વર્ષ માટે વનવાસ આપવામાં આવ્યો હતો. રાવણને હરાવીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા આ દિવસે લોકોએ દીવા પ્રગટાવી ઉજવણી કરી હતી. તેથી આ દિવસને દિવાળી કહેવામાં આવે છે. દિવાળીના દિવસે તેઓ અયોધ્યા પરત ફર્યા હતા. ત્યારે તેમની પરત ફરવાની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉજવણી સાથે કરવામાં આવી હતી.
દિવાળીના ઘણા દિવસો પહેલા લોકો પોતાના ઘરની સાફ-સફાઈ અને ઘરને રંગવાનું શરૂ કરી દે છે કારણ કે એવું માનવામાં આવે છે કે જે ઘર સ્વચ્છ હોય છે, તે ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ તહેવારમાં બાળકો સહિત મોટાઓ ફટાકડાં ફોડીને તહેવારની ઉજવણી કરે છે. લોકો કપડાં સહિત ઘરની ચીજ વસ્તુઓની ખરીદી કરે છે.
આ પણ વાંચો
દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે.
- પ્રથમ દિવસની ઉજવણીને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસને નવી વસ્તુઓ ખાસ કરીને સોનું અને ચાંદી ખરીદવા માટે શુભ દિવસ માનવામાં આવે છે.
- બીજો દિવસ નરક ચતુર્દશી એટલે કાળી ચૌદસ છે. અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરવાનો દિવસ છે કારણ કે આ દિવસે દુષ્ટ આત્માઓને દૂર રાખવા માટે વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.
- ત્રીજો દિવસ દિવાળી કે જ્યારે રાવણને હરાવીને ભગવાન રામના તેમના રાજ્ય અયોધ્યામાં પાછા ફર્યા. તે માટે ઉજવાય છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે.
- દિવાળીનો ચોથો દિવસ ગોવર્ધન પૂજા એટલે કે બેસતુ વર્ષ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો.
- ભાઈબીજ એ દિવાળીનો 5મો અને છેલ્લો દિવસ છે. ભાઈઓ અને બહેનો વચ્ચેના સંબંધને ઉજવવાનો તહેવાત છે. બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.