US India Relation: ભારત-અમેરિકા વચ્ચે ડિપ્લોમેટિક સંબંધો વધશે, ભારત સિએટલમાં તો US અમદાવાદ, બેંગલુરુમાં ખોલશે કૉન્સ્યૂલેટ

વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું કે- અમેરિકાએ ગત વર્ષે ભારતીય છાત્રોને 1,25,000 વીઝા ઈશ્યૂ કર્યા છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Thu 22 Jun 2023 06:40 PM (IST)Updated: Thu 22 Jun 2023 06:44 PM (IST)
us-will-open-two-new-consulates-in-bengaluru-and-ahmedabad-while-india-will-establish-a-mission-in-seattle-151326

US India Relation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોતાની ફર્સ્ટ સ્ટેટ વિઝિટ અંતર્ગત અમેરિકાની મુલાકાતે છે, જ્યાં અનેક મહત્વની ડીલ થઈ રહી છે. વડાપ્રધાન મોદી અને અમેરિકા જો બાઇડેન વચ્ચે મીટિંગ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે રાજનાયિક હાજરી વધારવાને લઈને સહમતિ બની છે. વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા દરમિયાન ગુરુવારે જો બાઇડેન પ્રશાસનના એક અધિકારીએ કહ્યું કે અમેરિકા લોકો વચ્ચે પરસ્પસ સંબંધોના મજબૂત કરવા માટે ભારતના બે શહેરોમાં કૉન્સ્યૂલેટ ખોલશે.

આ ડીલ અંતર્ગત ભારત સિએટલમાં કૉન્સ્યૂલેટ ખોલશે. જ્યારે અમેરિકાએ અમદાવાદ અને બેંગલુરુમાં કૉન્સ્યૂલેટ ખોલવાની વાત સામે આવી છે.

વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું- અમેરિકા બેંગુલુરુ અને અમદાવાદમાં બે નવા કૉન્સ્યૂલેટ ખોલશે. આ રીતે જ ભારત સિએટલમાં 2023માં પોતાનું વાણિજ્ય દૂતાવાસ ખોલશે.

અમેરિકામાં હાલ ભારતના 5 કૉન્સ્યૂલેટ
ભારતે અમેરિકાના વૉશિંગ્ટન, ન્યૂયોર્ક, સાન ફ્રાંસિસ્કો, શિકાગો,હ્યૂસ્ટન અને એટલાન્ટામાં કૉન્સ્યૂલેટ છે. નવા વાણિજ્ય દૂતાવાસ સિએટલમાં ખોલવામાં આવશે. તેમાં અલાસ્કા પણ સામેલ થશે જ્યાં ભારતને ઘણો જ રસ છે.

નવી દિલ્હીમાં અમેરિકાનું દૂતાવાસ
નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ દુનિયાભરમાં અમેરિકાના સૌથી મોટી રાજનાયિક મિશનમાંથી એક છે. આ દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચાર દૂતાવાસની પ્રવૃતિઓને કોઓર્ડિનેટ કરે છે.

અમેરિકાએ 1,25,000 ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપ્યા
વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું કે- અમેરિકાએ ગત વર્ષે ભારતીય છાત્રોને 1,25,000 વીઝા ઈશ્યૂ કર્યા છે. ભારતીય છાત્ર ગત વર્ષે એકલા 20 ટકાના વધારા સાથે સંયુક્ત રાજ્ય અમેરિકામાં સૌથી મોટા વિદેશી છાત્ર સમુદાય બનવા તૈયાર છે. તો ભારતની સાથે રાજનાયિક સંબંધોમાં એક મોટું પગલું ઉઠાવતા અમેરિકાએ H1B વીઝા પ્રોસેસિંગમાં પણ બદલાવ કરવાના છે.