Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગુમ થયેલા માછીમાર પૈકી એક મૃતદેહ મળી આવ્યો છે. આજે બપોરે 1 કલાકે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસી-બોરસી ગામ ખાતેથી એક મૃતદેહ મળી આવવાની પ્રાથમિક વિગત મળી હતી.
મરીન પોલીસ દ્વારા જરુરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલા માછીમારના પરિવારજનોને પૂછપરછ કરવામાં આવતા આ મૃતક માછીમારએ માછીમારી બોટ જયશ્રી તાત્કાલિકના ગુમ થયેલા માછીમારો પૈકી જાફરાબાદના હરેશ બિજલ બારૈયા હોવાની ઓળખ કરવામાં આવી છે.
મળેલા મૃતદેહને જલાલપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ તથા જરુરી ઓળખ અર્થે લઈ જવામાં આવ્યો છે, તેમ જાફરાબાદ મત્સ્યોધ્યોગ કચેરીના મત્સ્યોધ્યોગ અધિકારી શ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.