Mega Deal: હવે ભારતમાં જ બનશે ફાઈટર જેટના એન્જિન, GEની સાથે થઈ ડીલ; જાણો શા કારણે ખાસ છે આ જેટ એન્જિન ડીલ

ભારતીય વાયુસેના માટે ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Thu 22 Jun 2023 05:40 PM (IST)Updated: Thu 22 Jun 2023 05:40 PM (IST)
mega-deal-now-fighter-jet-engines-will-be-made-in-india-deal-with-ge-know-why-the-jet-engine-deal-is-special-151303

Mega Deal: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટનમાં જનરલ ઈલેક્ટ્રિકના અધ્યક્ષ એચ.લોરેન્સ કલ્પ જૂનિયર સાથેની મુલાકાતના થોડા કલાકોમાં જ ઈન્ટરનેશનલ ગ્રૂપની એરોસ્પેસ શાખાએ જાહેરાત કરી છે કે તેમણે ભારતીય વાયુસેના માટે ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

GE એરોસ્પેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે- આ MoU વડાપ્રધાન મોદીની અમેરિકી યાત્રાનો મોટો માઈલસ્ટોન છે અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ મજબૂત કરવામાં મહત્વનું પણ છે. નિવેદન મુજબ- ડીલમાં ભારતમાં GE એરોસ્પેટસના F414 એન્જિનનું સંભાવિત સંયુક્ત ઉત્પાદન સામેલ છે. GE એરોસ્પેસ તે માટે જરુરી નિકાસ અધિકાર મેળવવા માટે અમેરિકી સરકારની સાથે કામ કરી રહ્યું છે. આ પ્રયાસ ભારતીય વાયુસેનાના LCA Mk2 કાર્યક્રમનો ભાગ છે.

GEના અધ્યક્ષ તથા GE એરોસ્પેસના મુખ્ય કાર્યકારી અધિકારી એચ.લોરેન્સ કલ્પ જૂનિયરે કહ્યું- આ ઐતિહાસિક સમજૂતી ભારત અને HALની સાથે અમારા દીર્ધકાલિક ગઠબંધનને કારણે શક્ય થયું છે. તેમણે કહ્યું- અમે રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ સહયોગના દ્રષ્ટીકોણને આગળ વધારવામાં ગર્વ અનુભવીએ છીએ. અમારા F414 એન્જિન અતુલ્ય છે અને બંને દેશોના મહત્વપૂર્ણ આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા લાભ આપે છે કેમકે અમે અમારા ગ્રાહકોને સારી ક્વોલિટીના એન્જિન તૈયાર કરવામાં મદદ કરીએ છીએ, કે જેથી તેમના સૈન્યની જરુરિયાતોને પૂરા કરી શકીએ.

આ પહેલા ગુરુવારે જ વડાપ્રધાન કાર્યાલયે GEના પ્રમુખની સાથે વડાપ્રધાન મોદીની તસવીર ટ્વીટ કરી હતી. PMOએ ટ્વીટ કરી કહ્યું હતું- વડાપ્રધાન મોદીએ જનરલ ઈલેક્ટ્રિકના CEO એચ. લોરેન્સ કલ્પ જૂનિયર સાથે સાર્થક ચર્ચા કરી. તેમણે ભારતમાં રોકાણ વધારવા માટે GEના વ્યાપક પ્રોદ્યોગિક સહયોગ પર ચર્ચા કરી.

શું છે GE-414 એન્જિન?
આ ટર્બોફેન એન્જિન, જનરલ ઈલેક્ટ્રિકના મિલિટ્રી એરક્રાફ્ટ એન્જિનનો ભાગ છે અને તેને અમેરિકન નેવી છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ઉપયોગ કરે છે. જનરલ ઈલેક્ટ્રિક એરોસ્પેસની વેબસાઈટ પર આપવામાં આવેલી વિગત મુજબ કંપની અત્યાર સુધીમાં 1600 F414 એન્જિન ડિલીવર કરી ચુકી છે, જે અલગ અલગ પ્રકારના મિશન પર લગભગ 5 બિલિયન એટલે કે 50 લાખ કલાકની ઉડાન પુરી કરી ચુક્યા છે.

કેમ ખાસ છે GE-414 એન્જિન?
આ ટર્બોફેન એન્જિન સૌથી એડવાન્સ ટેક્નોલોજી અને ફીચર્સથી સજ્જ છે. ઉદાહરણ તરીકે તેમાં ફુલ ઓથોરિટી ડિજીટલ ઈલેક્ટ્રોનિક કંટ્રોલ (FADEC) સિસ્ટમ લાગેલી છે.સાથે જ લેટેસ્ટ એરક્રાફ્ટ ઈગ્નીશન સિસ્ટમ અને એન્જિન કંટ્રોલ સિસ્ટમ પણ લાગેલી છે. આ એન્જિનના પરફોર્મેન્સ ડિજિટલી કંટ્રોલ કરી શકાય છે. સાથે જ આ એન્જિનમાં જે રીતે કુલિંગ મટિરિયલ અને બીજી વસ્તુનો ઉપયોગ થયો છે તેનાથી એન્જિનના પર્ફોમન્સ અને લાઈફ પણ અનેક ગણી વધી જાય છે.

કોની પાસે છે આ ટેક્નોલોજી?
હાલ કુલ 8 દેશોની પાસે F414 એન્જિનથી સજ્જ એરક્રાફ્ટ છે, જેમાં કેટલાંક હાલ ઓપરેશનલ છે તો કેટલાંક લાવવાની તૈયારીમાં છે. અમેરિકાની વાત કરીએ તો US નેવીના બોઈંગ F/A-18E/F Super Hornet અને EA186 Growler ઈલેક્ટ્રિક એટેક એરક્રાફ્ટમાં F414-GE-400 એન્જિન લાગેલા છે. ભારતની વાત કરીએ તો DRDOની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA)એ લાઈટ ફાઈટર પ્લેન તેજસ mk2 માટે F414-INS6 એન્જિનની પસંદગી કરી છે. હાલ તેજસમાં સિંગલ GE-404-IN20 એન્જિન લાગેલા છે. આ એક પ્રકારની F414ની ઘણી જ બેઝિક ડિઝાઈન છે, જે 70ના દશકામાં ડેવલપ કરાઈ હતી.

ભારત માટે મહત્વપૂર્ણ ડીલ
હાલ કેટલાંક દેશોની પાસે જ ફાઈટર પ્લેન માટે આ પ્રકારના એન્જિન બનાવવાની ટેક્નોલોજી છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાંસ સામેલ છે. ભારતના ક્રાયોજેનિક રોકેટ એન્જિન જેવી ટેક્નોલોજીમાં તો આત્મનિર્ભરતા મેળવી લીધી છે પરંતુ આ લિસ્ટમાંથી બહાર છે. જે દેશોની પાસે આ ટેક્નોલોજી છે તે તેને બીજા દેશો સાથે શેર કરવાનો ઈનકાર કરે છે. એવામાં ભારત અને અમેરિકા વચ્ચે F414ની ડીલ ન માત્ર સામરિક દ્રષ્ટીએ મહત્વપૂર્ણ છે પરંતુ ઐતિહાસિક પણ છે.