Russian Oil: રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદી રહ્યું નથી, ટ્રમ્પનો દાવો, કહ્યું- પુતિને મોટા ગ્રાહકને ગુમાવ્યો

રશિયાનું તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવાના મુદ્દા પર તેમણે કહ્યું કે રશિયાએ એક મોટો તેલ ગ્રાહક ગુમાવ્યો છે. ટ્રમ્પે કહ્યું, ચીન પર સમાન ટેરિફ રશિયા માટે વિનાશક રહેશ

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 16 Aug 2025 09:57 PM (IST)Updated: Sat 16 Aug 2025 09:57 PM (IST)
america-trump-considers-no-sanctions-on-countries-buying-russian-oil-586608

Russian Oil:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું કે તેઓ હાલમાં રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યા નથી. ટ્રમ્પે કહ્યું કે મને બે કે ત્રણ અઠવાડિયામાં ટેરિફ વિશે વિચારવું પડી શકે છે, પરંતુ આપણે તાત્કાલિક તેના વિશે વિચારવાની જરૂર નથી.

રશિયાનું તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવાના મુદ્દા પર તેમણે કહ્યું કે રશિયાએ એક મોટો તેલ ગ્રાહક ગુમાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર સમાન ટેરિફ રશિયા માટે વિનાશક રહેશે. જો મારે તે કરવું પડશે, તો હું કરીશ, પરંતુ કદાચ મને તે કરવાની જરૂર નહીં પડે.

ટ્રમ્પે વધારાનો ટેરિફ લાદ્યો હતો
તમને જણાવી દઈએ કે 6 ઓગસ્ટના રોજ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. ત્યારબાદ ભારત પર કુલ ટેરિફ 50% થશે.

જોકે ભારતે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પની ધમકીઓ પછી પણ રશિયા પાસેથી તેલ ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી. તમને જણાવી દઈએ કે, પુતિન અને ટ્રમ્પ 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં મળ્યા હતા અને ભારતે આ પગલાનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે દુનિયા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત જોવા માંગે છે.

ટ્રમ્પ-પુતિન મુલાકાત 3 કલાક ચાલી
અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત લગભગ ત્રણ કલાક ચાલી હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ મુલાકાત પછી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે કોઈ કરાર થઈ શકે છે.

જોકે મુલાકાત પછી બંને નેતાએ માત્ર 12 મિનિટ માટે પત્રકાર પરિષદ યોજી હતી અને આ દરમિયાન યુક્રેન યુદ્ધ અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું ન હતું. પત્રકાર પરિષદ દરમિયાન, બંને નેતાઓએ પત્રકારોના કોઈપણ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.