Vadodara: IT કંપનીની HR મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 10.97 લાખની ઠગાઈ, આધાર કાર્ડનો મિસ યુઝ થયો હોવાનું કહી ગઠિયાએ ધમકી આપી

યુવતીને ઘરે જવાની મંજૂરી આપી રૂમનો દરવાજો બંધ કરીને રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ ફોન કટ કરી નાંખ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 02 Feb 2025 11:28 PM (IST)Updated: Sun 02 Feb 2025 11:28 PM (IST)
vadodara-news-it-company-hr-manager-digital-arrest-and-rs-10-97-lakh-fraud-469639
HIGHLIGHTS
  • Skyp પર વીડિયો કોલ કરી ફોન કટ કરવાની ના પાડી દીધી

Vadodara: તમારા આધારકાર્ડનો ડ્રગ્સ કેસમાં ઉપયોગ થયો છે, તેમ કહીને સાયબર માફિયાઓએ આઇટી કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને 10.97 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે મહિલાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

માંજલપુર વિસ્તારમાં રહેતા અને આઇટી કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, હું મારી ઓફિસમાં હાજર હતી, ત્યારે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેવાળા મને એવું કહ્યું હતું કે, હું ફેડેક્સ કુરિયરમાંથી વાત કરું છું. તમારું કુરિયર ડિલિવર નથી થયુ કેમ કે તેમાં ઈલીંગલ મટીરીયલ છે.

આથી મેં સામે વાત કરી હતી કે, મેં કોઈ કુરિયર મંગાવ્યું નથી કે મોકલ્યું નથી. જેથી તેમણે મને એવું જણાવ્યું કે, તમારા નામથી કુરિયર છે, તો તમારા આધારકાર્ડનો મિસ યુઝ થયો છે. જે બાદ તેમણે મને કહ્યું હતું કે, અમે અહિંથી એફઆઇઆર નોંધાવી છે. તમારે ત્યાં નોંધાવવી હોય તો નજીકના પોલીસ સ્ટેશને જઈને એફઆઇઆર કરી શકો છો.

મારો કોલ એમણે ટ્રાન્સફર કર્યો હતો અને મને કોઈ પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યુ હતું કે, તમારી પુછપરછ કરવાની હોય, જેથી તમે મને સ્કાઈપ ઉપર 930 MUMBAI CYBER CELL DEPARTMENT સર્ચ કરો અને મને વીડિયો કોલ કરો. જેથી મેં સર્ચ કરી તેમને જણાવેલ આઈડી પર વીડિયો કોલ કર્યો હતો. જેમાં મને સામેવાળાનો ફેસ જોવા મળ્યો નહોતો.

સામેવાળાએ મને પુછ્યુ હતું કે, તમને કોઈ ઉપર ડાઉટ છે, તો તેના વિરૂધ્ધની કાર્યવાહી કરી શકો. તેમ જણાવી મારી પાસે મારી બેંક નું સ્ટેટમેંટ માગ્યુ હતું અને મને કહ્યું હતું કે, તમારું આધારકાર્ડ ડ્રગ્સ એન્ડ નાર્કોટિક્સમાં ઉપયોગ થયો છે, જેથી તમે ફોન કટ નહિ કરી શકો. હું જે પણ કહું તેનો જવાબ તમારે આપવાનો રહેશે.

આથી મેં મારો ફોન કટ ન્હોતો કર્યો. સામેવાળા જે પોતાની પોલીસ ઈન્સપેક્ટરની ઓળખ આપતા હતા. તેઓ મને ધાકધમકી આપવા લાગ્યા હતા અને મને જણાવ્યું હતું કે, તમારે મારા પ્રશ્નોના પુરેપુરા જવાબ આપવાના રહેશે, તો જ તમોને પીસીસી સર્ટીફિકેટ મળવા પાત્ર થશે.

મને કોઈના ડેબિટકાર્ડ બતાવ્યા અને પુછ્યુ કે, આ તમારા છે તો મેં ના કહ્યું હતું, તો મને એવું કહેવામાં આવ્યું કે, તમારુ ડેબિટ કાર્ડ બતાવો તો મેં મારું ડેબિટકાર્ડ બતાવ્યું તો મને ખ્યાલ ના રહ્યો કે, સામાવાળાએ મારા ડેબિટકાર્ડ નંબર અને સીવીવી લઈ લીધો. જે બાદ તેમણે બેંક સ્ટેટમેંટ વંચાવ્યા. અને મેં ઘેર જવાની વાત કરી તો મને તેણે જવાની પરમિશન આપી અને હું મારા ઘેર જઈને તેમના કહ્યા મુજબ મેં ઘરનો દરવાજો બંધ કર્યો અને મારી પાસે એક રૂપિયાનું ટ્રાંઝેક્શન કરવા જણાવ્યું જેથી મેં એક રૂપિયાનું ટ્રાંઝેક્શન કર્યુ. ત્યાર બાદ મારી પાસે 98 રૂપિયા તથા 10.97 લાખ રૂપિયાનું ટ્રાંઝેક્શન કરવા જણાવ્યું, જે મેં કર્યું.

જે બાદ મને કહ્યુ કે, તમને તરત જ તમારા ભરેલા રૂપિયા રિવર્ડ થઇ જશે તેમ જણાવી વીડિયો કોલ કટ કરી દીધોષ પરંતુ મારા રૂપિયા રિવર્ડ નહીં થતા મને લાગ્યું કે મારી સાથે ઓનલાઇન ફ્રોડ થયું છે જેથી મેં ઓનલાઇન 1930 ઉપર મારી ફરીયાદ આપી હતી અને ત્યાર બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે.