Surat: અમેરિકા દ્વારા 50 ટેરીફની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આની અસર ડાયમંડ ઉદ્યોગ પર દેખાશે. આ મામલે અગાઉ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વડાપધાન સહિતના નેતાઓને પત્ર પણ લખવામાં આવ્યો હતો.
આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના રિઝનલ ચેરમને જયંતીભાઈ સાવલિયાએ જણાવ્યું કે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં નાની-મોટી અસર થશે. જો કે આવનારા સમયની અંદર જ ખબર પડશે, કેવી રીતની પરિસ્થિતિ થઇ રહી છે. જે હીરા સુરતથી જ કટિંગ-પોલિશિંગ થાય છે, તે કામ બીજા કોઈ દેશમાં જતું રહે તેની શક્યતા નહીવત છે.
જયંતીભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, ટેરીફને લઈને 7 ઓગસ્ટના રોજ ડાયમંડ ઉપર 25 ટકા અને જ્વેલરી ઉપર 31 ટકા ડ્યુટી લાગવામાં આવી હતી, જે અત્યાર સુધી શરુ હતી. જેના કારણે જે પેન્ડીંગ ઓર્ડર હતા અથવા જે ઓર્ડર કમ્પલેઈટ કરવાના હતા, તે 27 ઓગસ્ટ સુધીમાં પુરા કરી દીધા છે.
27 ઓગસ્ટ બાદ બીજી એડિશનલ 25 ટકા ડ્યુટી એટલે ડાયમંડ ઉપર 50 ટકા અને જ્વેલરી ઉપર 57 ટકા ડ્યુટી લાગુ થઇ છે. જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઇ રહી છે.
ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની-મોટી અસરો છે પણ SEZમાં ચિંતાનું કારણ છે, કારણ કે તેમના બધા ઓર્ડર કમ્પલેઈટ થઇ ગયા, પરંતુ એ લોકો 50 ટકા જેવા કામ ઓછા થઇ ગયા છે.

કારીગરોને ટકાવવા માટે અમે સરકારને એવી રજૂઆત કરી છે કે, એ લોકોના કર્મચારીઓની નોકરી ના જાય અને ત્યાં કામ બંધ ના થાય. જેના માટે સરકાર પાસે એવો આગ્રહ કર્યો છે કે, એમના માટે એક ડોમેસ્ટિક માર્કેટ ઓપન કરવામાં આવે અને તેમને કામ કરવા માટેની છૂટ આપવામાં આવે અને બીજા જે દેશો છે જે એક્સપોર્ટ ઓરીયન્ટ હોવાથી બીજા દેશોમાં એડીશનલ ફંડ આપવામાં આવે જેનાથી પ્રમોશન કરીને નવા ગ્રાહકો બાંધવામાં આવે આ માટે અમે રજૂઆત કરી છે જેથી SEZ ના યુનિટો શરુ રહે.
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અમેરિકાની અંદર જે મોટા વેપારીઓ છે, એ લોકોએ પણ એમની સરકારને રજૂઆત કરી છે કે આમની ઉપર ટેરીફ ના લગાવો, કારણ કે ત્યાના લોકો માટે ઇન્ડિયા એક મોટું સપ્લાયર દેશ છે. એ લોકોની જે નવી સિઝન આવી રહી છે ત્યારે એ લોકો પણ આટલું મોટું કામ અન્ય કોઈ દેશમાં થઇ શકે એવું પોસીબલ જ નથી. આથી ત્યાના વેપારી પણ ચિંતિત છે. અહિયાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં નાની મોટી અસર થશે, પરંતુ આવનારા સમયની અંદર જ ખબર પડશે કે કેવી રીતની પરિસ્થિતિ થઇ રહી છે. જે પતલા હીરા છે અને સુરતથી જ કટિંગ પોલિશિંગ થાય છે તો બીજા કોઈ દેશમાં આ કામ જતું રહે તે પોસીબલીટી ખુબ ઓછી દેખાય છે.