Rajkot: નવાગામ(આણંદપર)માં વ્રજવીલા રેસિડેન્સીમાં પાણીના છાંટા ઉડવા બાબતે ગાડી ધ્યાનથી ચલાવવાનું કહેતા બે પરિવાર વચ્ચે લાકડી,ધોકા અને ગુપ્તિ વડે મારામારી થઈ હતી.આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા બંને પક્ષ વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ હતી.
વ્રજ રેસિડેન્સીમાં રહેતા પ્રવિણભાઇ કાનજીભાઈ ડાભી(ઉ.વ.58)એ મહેન્દ્ર ભાઈ રાઠોડ,તેમના પત્ની ગીતાબેન અને પુત્ર જતીન અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રવિણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.24/08 ના રોજ બપોરના હુ સોસાયટીમાં રહેતા મારા મિત્રોને મળવા માટે ચાલીને જતો હતો, ત્યારે સામેથી અમારા સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ તેની ગાડી લઇને આવતા હતા. એવામાં રસ્તામાં ભરાયેલ ખાબોચિયામાં ગાડી ચાલતા મને પાણીના છાંટા ઉડતા મે તેમને ધ્યાનથી ચલાવવાનુ કહેતા મહેન્દ્રભાઇ મારા સાથે મનફાવે તેમ બોલવા લાગેલ અને મારો કોલર પકડી લીધો હતો.
Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની મુશ્કેલી વધશે, સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરી
આ સમયે મારી બાજુમાં જ રહેતા મારા સગા નાના ભાઇ હેમંતભાઇ તથા તેમના પત્ની પણ ત્યાં આવી ગયા હતાં. જે બાદમાં સોસાયટીના માણસોના સમજાવવાથી અમે બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયેલ બાદમાં રાત્રીના મને મારા નાનાભાઇ હેમંતભાઇનો ફોન આવેલ કે, મહેન્દ્રભાઇ તથા તેના સાથે એક અજાણી કારમાં અમુક અજાણ્યા માણસો અહીં આવેલ છે અને બોલાચાલી કરે છે.
આથી હુ તુરંત મારા નાનાભાઇના ઘરે ગયેલ અને જોયેલ તો મહેન્દ્રભાઇ તથા અન્ય આશરે પાંચેક માણસો કાર પાસે ઉભેલ હોય અને બીજા અન્ય ત્રણેક માણસો રોડની સામે ઉભેલ હતા અને એવામાં આ મહેન્દ્રભાઇના પત્ની ગીતાબેન તથા તેનો દિકરો જતીન પણ ત્યાં આવી ગયેલ અને તે ઓ બધા સાથે મળીને મને તથા મારાભાઇ હેમંતભાઇને ગાળાગાળી કરી મનફાવે તેમ વર્તન કરવા લાગેલ અને કહેવા લાગેલ હુ તમને બધાને જોઇ લઇશ આ બધાનુ પરિણામ તમારે બધાયે ભોગવવુ પડશે. તેમજ મારા નાનાભાઇ હેમંતભાઈને આજ નહી તો કાલ આનુ પરિણામ ભોગવવુ પડશે એવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Rajkot: નવાગામમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી, લાકડી અને ગુપ્તિ લઈને ઘરમાં ઘૂસી હુમલો; જુઓ VIDEO pic.twitter.com/FSjEONE8sa
— Gujarati Jagran (@gujaratijagran) August 26, 2025
એવામાં કોઇએ 100 નંબર માંફોન કરી દેતાં પોલીસની ગાડી ત્યાં આવી ગઈ હતી. આ ઘટનામાં વળતી ફરિયાદમાં ત્યાં સોસાયટીમાં રહેતા ગીતાબેન મહેન્દ્રભાઈ રાઠોડ(ઉ.39)એ તેમના પાડોશી પ્રવીણ ડાભી,હેમંત ડાભી, નાનજી ડાભી અને કૃણાલ ડાભીનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ગીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ શાકભાજી લઇ પરત આવતા હોય અને અમારી શેરીમાં આવતા ખાબોચીયામાં ગાડી ચાલતા પાણી પ્રવીણભાઇ પર ઉડતા આ પ્રવીણભાઇ તથા હેમંતભાઇએ મારા પિતા સાથે બોલાચાલી કરેલ અને ગાળો આપેલ અને બાદમાં રાત્રીના હેમંતભાઇ તેમની સાથે અન્ય માણસોને લઇ આવેલ અને મારા પતિને મારી નાખવાની ધમકી આપેલ અજાણ્યા વ્યક્તિમાંથી એક વ્યક્તિએ મને લાકડાનો ધોકો જમણા હાથના ભાગે મારેલ તથા અન્ય વ્યક્તીએ મારા દિકરાને લાફો મારેલ અને હેમંતભાઇ પોતાની સાથે ગુપ્તી લઇ આવેલ અને ત્યાં ઉભેલ અન્ય વ્યક્તીએ મને ગાળો આપેલ હોય તેમજ કૃણાલે મારા દિકરાને મારી નાખવાની ધમકી આપતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.