Rajkot News: રાજકોટમાં એન્ફ્લુએન્સરનો આપઘાતનો પ્રયાસ, ધરાર પ્રેમી ઇમ્તિયાઝના ત્રાસથી ફીનાઇલ પીધું

મહીના સુધી પ્રેમ સબંધ રહયા બાદ આરોપી નશો કરતો હોય જેથી અવાર નવાર ઘરે આવી માથાકુટ કરતો હતો . જેથી તેમને સબંધ રાખવાની ના પાડી દીધી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 21 Aug 2025 11:43 AM (IST)Updated: Thu 21 Aug 2025 11:43 AM (IST)
rajkot-influencer-samaben-kamrubhai-bhayani-aka-jannat-mir-attempts-suicide-589192

Rajkot Attempts Suicide News: રાજકોટ શહેરમા સોશ્યલ મીડીયા ઇનફલુએન્સર સમાબેન કમરુભાઇ ભાયાણી ઉર્ફે જન્નત મીરએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનાં પ્રયાસ પુર્વે તેમણે 3 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી જે પોલીસને હાથ લાગી છે જેમા ગુજસીટોકમા સંડોવાયેલા કુખ્યાત આરોપી ઇમ્ત્યાઝ ઉર્ફે લાલાનુ નામ અને તેમનાં સાગ્રીતનુ નામ હોવાનુ સામે આવ્યુ છે . આ બંનેનાં ત્રાસથી કંટાળી થઇ જન્નત મીરે આપઘાતનો પ્રયાસ કરતા તેમને રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવી છે . આ ઘટનામા પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે ગુનો નોંધી લાલાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

જંકશન મેઇન રોડ પર સાગર એપાર્ટમેન્ટમા રહેતી સમાબેન કમરુભાઇ ભાયાણી ઉર્ફે જન્નત મીર નામની સોશ્યલ મીડીયા ઇનફલુએન્સરે પોતાની ફરીયાદમા તેમનો પુર્વ પ્રેમી ઇમ્ત્યાઝ ભીખુભાઇ રાઉમા (રહે. હાઉસીંગ બોર્ડનાં કવાટર પાસે દુધસાગર રોડ)નુ નામ આપતા તેમની સામે પ્ર.નગર પોલીસનાં સ્ટાફે ધમકી આપ્યાની ફરીયાદ નોંધી હતી. યુવતીએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે 4 મહીના પહેલા તેણે દુધસાગર રોડ પર રહેતા હનનને ભાઇ માન્યો હતો તેનાં મારફતે આરોપી ઇમત્યાઝ સાથે પરીચય થતા તેની સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.

ફીનાઇલ પી લેતા હોસ્પિટલ ખસેડાઈ

3 મહીના સુધી પ્રેમ સબંધ રહયા બાદ આરોપી નશો કરતો હોય જેથી અવાર નવાર ઘરે આવી માથાકુટ કરતો હતો . જેથી તેમને સબંધ રાખવાની ના પાડી દીધી હતી છતા પણ આરોપી જન્નત મીરનાં ઘરે જઇ તેની માતા સાથે માથાકુટ કરતો હતો એટલુ જ નહી આરોપી ઇમત્યાઝ તેના માનીતા ભાઇ અને મિત્રનાં કોલમા તેને કોનફરન્સમા જોડી વાત કરતો હતો તેમજ ફોનમા મારી સાથે સબંધ નહી રાખે તો તને જાનથી મારી નાખીશ કહી ગાળો આપતો હતો.

ગઇ તા. 18 નાં રોજ આરોપીએ કોલ કરી તુ મારી સાથે સબંધ નહી રાખ તો તારા પરીવારને શાંતીથી જીવવા નહી દઉ . તુ જયા મળીશ ત્યા તને જાનથી મારી નાખીશ. આવી ધમકી આપતા જન્નત મીરે ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાઇ હતી.

3 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી

આ ઘટનામા જન્નત મીર પાસેથી એક આક્ષેપો સાથેની 3 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જેમા તેમણે ઉલ્લેખ કર્યો છે કે સોરી મમ્મી મારાથી હવે સહન થાતુ નથી. તમારી દીકરી હવે હારી ગઇ છે. તેમજ છોકરી માટે જીવવુ અને રહેવુ અઘરુ બન્યુ છે. જેથી કંટાળીને હુ આ પગલુ ભરુ છુ. મને એમ હતુ કે આપણે લાલા વિરૂધ્ધ પોલીસ કેસ કર્યો જેમા આપણને ન્યાય મળશે તેવી આશા હતી પરંતુ આ લોકો ગુંડા છે અને લાલાએ ધમકી આપી કે તારે પોલીસ પાસે જવુ હોય કે સીપી પાસે જવુ હોય કોઇ મારુ કાઇ બગાડી શકશે નહી. અને જેવી રીતે તોફાની રાધાને પતાવી દીધી એવી રીતે તને પણ પતાવી દેશુ. જેથી આ લોકો મને મારી નાખે એના કરતા હુ મારી જાતે મરી જઉ તે બેહતર છે.

હુ મરી જાઉ પછી મારા પુત્ર પ્રિન્સનુ ધ્યાન રાખજે. મને એમ હતુ કે પોલીસ આજે ન્યાય આપશે કે કાલે ન્યાય આપશે પરંતુ પોલીસ આ લાલા સામે કોઇ કડક કાર્યવાહી કરતી નથી. લાલાએ મને બહુ વાર મારી હતી અને એક વાર હાઇવે પર લઇ જઇ ગાડી ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ માતા અને પુત્રને મારી નાખવાની ધમકી આપતો હોવાથી હુ બધુ સહન કરતી હતી.

મને હેરાન અને પરેશાન કરવામા ઇમત્યાઝ ઉર્ફે લાલો અને તેમનો સાગ્રીત હાજી ખફીનો હાથ છે. તેમજ લાલાએ ધમકીઓ આપતા હવે હુ હિંમત હારી ગઇ છુ. મારી પાસે કોઇ રસ્તો નથી. આ લોકોનાં હાથે મરવુ એનાં કરતા હુ મારા હાથે મરી જાઉ છુ. આઇએમ સોરી માં તુ દુનીયાની બેસ્ટ માં છો.